મોટા સમાચાર: ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, સોમવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે

મોટા સમાચાર: ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, સોમવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે

રાજ્યમા શાળા-કોલેજાને લઇ નવી ગાઇડલાઇન (New Guidelines for school-college) જાહેર કરવામા આવી છે. આજે ગુજરાત સરકાર (Government of Gujarat)ની કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં એક જ દિવસમાં રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બે મહત્ત્વના નિર્ણયો લેવામા આવ્યા છે. ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો (Teacher)ની બદલી અને બઢતીના નિયમોને લઈને ચાલી રહેલા વિવાદનો આજે અંત આવી ગયો છે. ત્યારે રાજ્યમા શાળા-કોલેજાને લઇ નવી ગાઇડલાઇન (New Guidelines for school-college) જાહેર કરવામા આવી છે. આજે ગુજરાત સરકાર (Government of Gujarat)ની કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જણાવાયું છે કે, તા.21, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવામાં આવશે. આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેમા વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21, સોમવારથી થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ સાથે જ સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. જેમા સ્કૂલોમાં 100% હાજરી સાથે ભણાવવા સરકાર તૈયાર થઇ ગઇ છે.

આ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી અને લખ્યું હતું-શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીના માર્ગદર્શન, વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.21/02/2022 સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.21/02/2022 સોમવારથી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *