સુરતમાં કપલ બોક્સ બાદ હવે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાં પર પોલીસે દરોડા પાડ્યા

સુરતમાં કપલ બોક્સ બાદ હવે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાં પર પોલીસે દરોડા પાડ્યા

વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આરકેટ માં પોલીસ ત્રાટકી ને એક મહિલા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડી કરી કાયદેસરની કાર્યવાહી

શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે સાથે સાથે ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે ઉભા થયેલા સવાલો મામલે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે કારણ કે આરોપી દ્વારા કપલ બોક્સ (couple box) ચલાવતા હોવાના આક્ષેપો બાદ પોલીસે કપલ બોક્સ તો બંધ કરાવી આપવાની સાથે મસાજ પાર્લરની આડમાં ચાલતાં કુટણખાનાં ઉપરથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેથી શહેરમાં ચારેય તરફ સોપો પડી ગયો છે

છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરની સૂરત બગડી રહી છે સતત ગુનાખોરી વધી રહી છે ચોરી હોય છે અત્યારે ઘટના જે રીતે બની રહી છે તેને લઈને સુરત શહેરમાં ડર અને ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે તેમાં પણ ગ્રીસ્મા વેકરીયાની હત્યાની ઘટનાને પડઘા સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ગ્રીસ્મા વેકરીયા હત્યા કરનારો આરોપી કપલ બોક્સ ચલાવતો હોવાના આક્ષેપો સાથે આ કપલ બોક્સ શહેરમાં એક દુષણ છે અને તેને લઈને જ હત્યાની ઘટના બની કે એવા લોકોનાં આક્ષેપને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને શહેરમાં ચાલતાં સ્પા સેન્ટર અને મસાજ પાર્લર પર તવાઈ બોલાવી હતી

આ તમામ ઘટનાઓ પાછળ ગેરકાયદેસરની અનેક પ્રવૃત્તિઓ પર સવાલો લોકોએ ઉભા કરી રહ્યાં છે ત્યારે પોલીસે હવે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ચેક અપ બોક્સ સાથે સાથે મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડાની કામગીરી શરૂ કરાવામાં આવી છે સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આરકેડમાં આવેલા એક્સ મસાજ પાર્લરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અહીયા મસાજ પાર્લરના નામે કૂટણખાનું ચાલતું હોવાનું સામે આવતા પોલીસે ત્યાં કામ કરનારી એક મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી.

તમામનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આમ સુરત પોલીસ ગુનાખોરી ગામમાં એક્શનમાં આવી જતા શહેરમાં સોંપો પડી ગયો ચે. કપલ બોક્સ પછી મસાજ પાર્લરની આડમાં ચાલતાં કુટણખાના પર પોલીસના દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરમાં આવેલી હોટલોમાં પણ ગેરકાયદેસર પ્રકારની પ્રવૃત્તિઓ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ આગામી દિવસમાં તેમને પણ ટાર્ગેટ લિસ્ટમાં લઈને ફરી રહી છે

આ સાથે જ નશાનો કારોબાર કરતા અને જાહેરમાં નશો કરતા યુવાન યુવતીઓ વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *