Grishma Vekaria: આરોપી ફેનીલ ગોયાણીની સાથે ઘટના સ્થળે જઈ ને પોલીસે ઘટનાનું પુનરાવર્તન કર્યું – જુઓ તસવીરો

Grishma Vekaria: આરોપી ફેનીલ ગોયાણીની સાથે ઘટના સ્થળે જઈ ને પોલીસે ઘટનાનું પુનરાવર્તન કર્યું – જુઓ તસવીરો

 

સુરત જીલ્લામાં (surat news) કામરેજ તાલુકાના પાસોદરા ગામે અતિ ચકચારીત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Vekaria murder case) મામલે પોલીસ દ્રારા સીટની રચના કરી ઘટનાનું પુનરાવર્તન (Reconstruction) કરવામાં આવ્યુ હતું. તો બીજી તરફ ગ્રીષ્મા વેકરિયાનાં નિવાસ સ્થાન નજીક એટલે કે ઘટના સ્થળે ફેનીલને લઇ જવાતા ગ્રીષ્માનાં પરિવારજનોની (Grishma family) આંખ સામે ફરી લાડકવાંયિ દીકરીની હત્યા દેખાય આવતાં આંખમાં આશું આવી ગયા હતાં.

મળતી માહિતી પ્રમાણે ગત શનિવારે કામરેજ ખાતે બનેલ ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં કરાયેલ હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં હત્યારા ફેનીલ ગોયાણી સામે રોષ જોવા મળ્યો હતો. આરોપી ફેનીલની કામરેજ પોલીસે અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ એજન્સીઓના પોલીસનાં કાફલા તેમજ આરોપી ફેનીલને સાથે રાખી ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યુ હતુ.

ત્યારે ઘટના સ્થળે આરોપીએ કઇ રીતે ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી હતી તેનુ પુનરાવર્તન કરવા ગ્રીષ્માનાં ઘર નજીક પહોંચતા પરિવારજનોમાં ફેનીલ માટે ગુસ્સો અને દીકરીની યાદમાં આંખમાં આસું જોવા મળ્યા હતા.

Also Read: સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં પ્રેમી ફેનિલ એ કર્યા ચોકાવનાર ખુલાસા, જાણો વધુ વિગત

Grishma Vekaria

ગ્રીષ્માનાં પિતા અને ભાઈએ પણ પહેલી વખત મીડિયા સાથે વાત કરી હતી તેઓએ જણાવ્યું કે પોલીસની કામગીરીથી અમને સંતોષ છે અને હત્યારા ફેનીલને ફાંસીની સજા આપવા માંગ કરી હતી.

Grishma Vekaria

ઉલ્લેખનીય છેકે ગ્રીષ્મા કેસમાં તપાસ દરમિયાન આ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે ફેનીલ હત્યા કરવા જતાં પહેલા પોતાના મિત્રને ફોન ઉપર સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. કે તે શું કરવા જઈ રહ્યો છે. ફોનમાં મિત્રને જણાવ્યું હતું કે ગ્રીષ્માએ તેને ફસાવ્યો છે અને હવે તેની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લેશે.

Grishma Vekaria

ત્યારબાદ ફેનીલ ગ્રીષ્માને મળવા ગયો અને પછી ભાઈ ઉપર હુમલો કર્યા બાદ જાહેરમાં જ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે તેને ટૂંકી સારવાર બાદ સાજો થતાં પોલીસે કબજો લઈને તપાસને વધારે વેગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *