સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં પ્રેમી ફેનિલ એ કર્યા ચોકાવનાર ખુલાસા, જાણો વધુ વિગત

સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં પ્રેમી ફેનિલ એ કર્યા ચોકાવનાર ખુલાસા, જાણો વધુ વિગત

સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાના કેસમાં આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાશે. તથા કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે. જેમાં SITમાં 1 DySP,4 PI અને 4 PSI સામેલ છે. તથા LCB અને SOGની પણ મદદ લેવાશે.

આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાશે

પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાની હત્યા મામલે આરોપી ફેનિલે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. જેમાં તેણે જણાવ્યું છે કે પ્રેમસંબંધનો ભાંડો ફૂટતાં વાતચીત બંધ થઈ હતી. તેમાં ગ્રીષ્માના મામાએ ફોટો જોતાં ફોન લઈ લીધો હતો. તથા પરિવારજનોને 5થી7 લોકોએ માર માર્યાનો ફેનિલે દાવો કર્યો હતો. તેમજ ઘટનાથી લાગી આવતા હત્યા કર્યાની કબૂલાત કરી છે. તથા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાશે. જેમાં બીજા ખુલાસા થઇ શકે છે.

જાહેરમાં ગળે ચપ્પુ ફેરવનારા હત્યારાએ લૂલો બચાવ કર્યો

જાહેરમાં ગળે ચપ્પુ ફેરવનારા હત્યારાએ લૂલો બચાવ કર્યો છે. જેમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોકાવનારું નિવેદન આપ્યું છે. તેમાં પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રમાણે પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી તેવું ફેનીલે જણાવ્યું છે. તથા ગ્રીષ્માનો ફોન મામાના હાથમાં આવી જતા ફોટા જોઈ લેતા પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યો હતો. તેમજ એક દિવસ રાત્રે ફેનિલના ઘરે ફોર વ્હીલર લઈને 5-7 માણસો આવ્યા હતા. જેમાં તું ફેનિલ છે કહીને તેમણે લાફો મારી દીધો હતો. તથા ફેનિલના માતા-પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવતા અંતે હત્યા કરી હોવાની ફેનિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો

ઉલ્લેખનિય છે કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ એક 20 વર્ષના યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવથી સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી જવા પામી છે. આ ગુનાના આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. ગત વર્ષે જ ફેનિલે કતારગામ વિસ્તારમાં ઈનોવા કારની ચોરી કહી હતી. જે બાદ કતારગામ પોલીસે ફેનિલની ચોરીના ગુનામાં ધરપકડ પણ કરી હતી. આ સિવાય ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

હર્ષ સંઘવીએ પરિવારને ન્યાયની ખાતરી આપી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રવિવારે સાંજે પીડિત યુવતીના પરિવારને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પીડિતાના પરિવારજનોને સાંત્વના આપી હતી અને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *