શું જુનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે? જાણો અહી

શું જુનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે? જાણો અહી

જુનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે. જેમાં કોરોના ગાઈડલાઈન સાથે ભવનાથનો મેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળાના આયોજન માટે સમિતિઓ બનાવી છે. તથા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સાધુ – સંતો, ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યાં છે.

કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી બેઠક

ઉલ્લેખનિય છે કે કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર મેળો યોજવા માટે પરવાનગી આપે તેવી સંભાવના હતી. ત્યારે આજે જુનાગઢના કલેક્ટરે મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે જેના કારણે ભક્તોમાં ખૂશી ફેલાઈ છે. આજે સવારે જુનાગઢના કલેક્ટરે સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજીક સંસ્થાઓ સાથે બેઠક કરી હતી. અને પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ મેળો યોજવાની જાહેરાત કરી દીધી છે.

મેળાના આયોજન માટે સમિતિઓ બનાવી

બેઠકમાં નક્કી થયા પ્રમાણે મેળાના આયોજન માટે અલગ અલગ સમિતીઓ બનાવવામાં આવાશે અને તંત્ર દ્વારા એવો દાવો કરાયો છે કે અત્યાર સુધીનો સૌથી સારો મેળો યોજાશે. બીજી બાજુ મહાશિવરાત્રીના મેળાને લઈને છેલ્લા થોડા દિવસોથી જુનાગઢમાં ધીમે ધીમે ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. પાછલા બે વર્ષથી આંશિક રીતે યોજાતા મેળાને લઈને હવે ભવનાથમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મેળો પુર્ણરુપે થાય તે માટે સાધુ સમાજે માગણી કરી હતી અને જૂનાગઢ મનપાએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *