ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે RTO જવાની જરૂર નહીં પડે, હવે ઘરે બેઠા મળશે આ 18 સુવિધા

ડ્રાઇવિંગ લાઇસન્સ, RC માટે RTO જવાની જરૂર નહીં પડે, હવે ઘરે બેઠા મળશે આ 18 સુવિધા

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (driving license) કઢાવવા માટે તમારે આરટીઓ(RTO)માં જવાની જરૂર રહેશે નહીં. RTO સંબંધિત 18 સેવાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય(Ministry of Road Transport and Highways) દ્વારા એક નવી સૂચના બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે RTO તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

મુશ્કેલીઓ વિના સુવિધાઓ મળશે

માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવાયું છે કે, નાગરિકોને સુવિધાજનક અને મુશ્કેલી વિનાની સેવાઓ પૂરી પાડવા માટે મંત્રાલય નાગરિકોને અમલીકરણ એજન્સી(Implementing Agencies)ઓ દ્વારા સંપર્ક રહિત સેવાઓનો લાભ મેળવવા માટે આધારની જરૂરીયાતો વિશે જણાવવા માટે, મીડિયા અને વ્યક્તિગત નોટીસ દ્વારા વ્યાપક પ્રચાર માટેની બધી આવશ્યક વ્યવસ્થા કરશે.

આધારથી ડ્રાઇવિંગ લાઇસન્સ,RCને લિંક કરવાનું રહેશે

તમને જણાવી દઈએ કે, સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC)ને આધાર (Aadhaar) સાથે લિંક કરવાનું કહ્યું છે. આ પછી હવે આધાર વેરિફિકેશન દ્વારા ઓનલાઇન સર્વિસ લાભ મેળવી શકાય છે. સરકારના આ પગલાથી લોકોને આરટીઓમાં લાગતી ભીડમાંથી રાહત મળશે. લોકો આધાર-લિંક્ડ વેરિફિકેશનથી ઘરે બેઠાં અનેક સેવાઓ મેળવી શકશે.

આ 18 સેવાઓ ઓનલાઈન થઈ

આધાર લિંક્ડ વેરિફિકેશન દ્વારા 18 સુવિધાઓ ઓનલાઇન કરવામાં આવી છે. આમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સનું ઈન્યૂઅલ (જેમા ડ્રાઈવિંગ ટેસ્ટની જરૂર નથી પડતી), ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની આરસીમાં સરનામાંમાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ, લાઇસન્સથી વાહનની શ્રેણીને સરેન્ડર કરવું, કામચલાઉ વાહન નોંધણી. સંપૂર્ણ બિલ્ટ બોડીઝવાળા મોટર વાહનોની નોંધણી માટે એપ્લિકેશન સેવાઓ સામેલ છે.

આ આવશ્યક સુવિધાઓ પણ ઘરે બેઠા મળશે

અન્ય સેવાઓમાં નોંધણીના ડુપ્લિકેટ સર્ટિફિકેટ રજૂ કરવા માટે આવેદન, નોંધણીના પ્રમાણપત્ર માટે એનઓસી આપવા માટે અરજી, મોટર વાહનની માલિકીના સ્થાનાંતરણની સૂચના, મોટર વાહનની માલિકીના સ્થાનાંતરણ માટેની અરજી, રજિસ્ટ્રેશ પ્રમાણપત્રમાં સરનામુ બદલવાની સુચના, માન્યતા પ્રાપ્ત ડ્રાઈવર તાલીમ કેન્દ્રથી ડ્રાઇવર તાલીમ માટે રજિસ્ટ્રેશન માટે આવેદન, રાજદ્વારી અધિકારીના મોટર વાહનની નોંધણી માટેની અરજી, રાજદ્વારી અધિકારીના મોટર વાહનના નવા રજિસ્ટ્રેશન ચિન્હના અસાઈમેન્ટ માટે અરજી, ભાડા-ખરીદી કરાર અથવા ભાડે-ખરીદી સમાપ્તિ કરાર.

ડોક્યુમેન્ટમાં માત્ર આધાર કાર્ડની જરૂર પડશે

હવે વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન માટે અન્ય કોઈ દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં. તમારે ફક્ત parivahan.gov.in પર જઇને તમારા આધારકાર્ડનુ વેરિફિકેશન કરવાનું રહેશે અને તમે આ તમામ 18 સુવિધાઓનો લાભ લઈ શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *