આરિફને આઈશાનો અંતિમ પત્ર, ‘સોરી આઇ લવ યુ કુકુ, તારી આંખો પર હું ફીદા છું, વાંચો આખો પત્ર..

આરિફને આઈશાનો અંતિમ પત્ર, ‘સોરી આઇ લવ યુ કુકુ, તારી આંખો પર હું ફીદા છું, વાંચો આખો પત્ર..

અમદાવાદ આઈશા આપઘાત કેસમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. આઈશાના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીમાંથી ધરપકડ કરીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં આરોપી આરિફ ખાનના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે તેનો ત્રીજો અને છેલ્લો દિવસ હતો, ત્યારે આજે ફરી આરિફને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. પરંતુ આજે આ કેસમાં વધુ એક ધડાકો થયો છે. આરોપી પતિ આરિફ ખાનને કોર્ટમાં રજૂ કરતા પહેલા આઈશાની એક ચિઠ્ઠી મળી આવી છે, જે આરોપી આરિફ માટે આઈશાએ મોતને વ્હાલું કરતા પહેલા લખી હતી. આઈશાની અંતિમ ચિઠ્ઠીમાં તેણે પોતાની આપવીતી લખી હતી.

આઈશાના વીડિયો બાદ પતિ આરિફ માટે વધુ એક અંતિમ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટમાં આઈશાના વકીલે આ પત્ર રજૂ કર્યો છે, જેમાં આઈશાના અંતિમ પત્રમાં આરિફને તે ક્યારેય દગો ન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. આઈશાએ ગર્ભવતી હતી તે દરમિયાન 4 દિવસ રૂમમાં બંધ કરી ખાવાનું ન આપ્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. આરિફ આઈશા જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે પણ માર મારતો હોવાનો પત્રમાં ધડાકો કર્યો છે. પરંતુ આરીફે કરતૂતો છૂપાવવા ખોટા આક્ષેપ કર્યાનો આરોપ લગાવી રહ્યો છે. ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિમાં જણાવ્યું હતું કે, આરિફ તુમ્હારા પુરા હક હૈ, મુજે પરેશાન કરને કા પર મેં ગલત નહીં હું.

કોર્ટમાં આરિફને રજૂ કરાતા પહેલા આઈશાના વકીલે એક પત્ર રજૂ કર્યો હતો, જે આઈશાએ આરિફ માટે લખ્યો હતો. આઈશાએ પત્રમાં માય લવ આરુ(આરિફ)થી શરૂઆત કરી હતી. પત્રમાં આઈશાએ આરિફને સંબોધીને લખ્યું હતું કે, ઘણી એવી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આશીફ સાથે જોડી દીધું. આશીફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા ન આવ્યું નહોતું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેના પાસે જાવ છું. મેં ક્યારેય તને દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આઈશા આરિફ લખ્યું છે.

જાણો આઈશા કેસમાં અત્યાર સુધીની તમામ અપડેટ્સ:

અમદાવાદના વટવાની આઈશા આત્મહત્યા કેસમાં દરરોજ એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આજે પણ આ કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદમાં આઈશાના આપઘાતનો મામલો ખુબ ચર્ચિત બની રહ્યો છે અને લોકો પણ ઉંડાણપૂર્વક જાણવા માંગે છે. આઈશાના પતિ આરિફ ખાનની એક મોટી કરતૂત સામે આવી હતી. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદની આઈશાને પતિ આરિફ ખાન આંખમાંથી લોહી નીકળતું તે હદે માર મારતો હતો. આરિફ અને તેનો પરિવાર આર્થિક રીતે ખુબ જ સમુદ્ધ છે છતાં પણ આઈશાના પરિવાર પાસે અવારનવાર પૈસાની માગણી કરતા રહેતા હતા. આરિફનો પરિવાર ઝાલોરના પોશ વિસ્તારમાં ભવ્ય મકાન અને ચાર દુકાન ધરાવે છે. દહેજ ભૂખ્યા આરિફ પાસે 4 દુકાનો અને 1 મકાન છે. એટલું જ નહીં, આઈશાના સાસરિયામાં મહિનાની 30 હજાર રૂપિયાની ખાલી ભાડાની આવક છે. મોટી આવક હોવા છતાં દહેજ માટે આઈશાને પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. હાલ પોલીસે આરિફનો મોબાઈલ ફોન કબજે કર્યો છે.

વટવાની આઇશાના આત્મહત્યા કેસમાં ક્રૂર પતિ આરીફ ત્રણ દિવસના રિમાન્ડ પર હતો. પોલીસના રિમાન્ડ પર આરીફે અનેક હક્કીતો કબૂલી હતી, જે હાલ સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આઈશા સાથે લગ્નના થોડા દિવસ બાદ ક્રૂર પતિ આરીફ પત્ની આઇશા સાથે મારઝૂડ કરતો હોવાની કબૂલાત કરી હતી. પતિ આરીફ પત્ની આઈશાને એટલો માર મારતો હતો કે આંખમાંથી લોહી નીકળી જતું હોવાની કબૂલાત કરી છે. આરોપી આરીફ પાસે પોતાનું મકાન, 4 દુકાન છતાં દહેજ માટે આઇશાને મરવા મજબૂર કરતો. આરીફનો પરિવાર ચારેય દુકાનોમાંથી મહિને 30 હજાર ભાડું લે છે. છતાં પણ દહેજના ભૂખ્યા સાસરિયા ત્રાસ આપતા જેના કારણે આઇશાએ આપઘાત કરી લીધો. આરોપી આરીફનો ફોન હાલ મળી આવ્યો છે. પોલીસે મોબાઈલ ફોન કબ્જે કર્યો છે.

આઈશાનો પતિ આરિફ ખાન પોતાના પિતા બાબૂ ખાનની સાથે ઝાલોરની એક ગ્રેનાઈટ ફેક્ટરીમાં કામ કરે છે. તેના પૂર્વજોના ઘરની બહાર બે દુકાનો પણ તેને ભાડે આપી રાખી છે. આરિફ ગ્રેનાઈટ ફેક્ટરીમાં સુપરવાઈઝર હતો, જ્યારે તેના પિતા કંસ્ટ્રક્શન કંપનીનું દેખરેખનું કામ કરતા હતા. આઈશાને રાજસ્થાનના ઝાલોરથી નાનપણથી લગાવ હતો. શહેરના રાજેન્દ્રનગરમાં આઈશાનું મોસાળ છે. નાનપણમાં જ્યારે આઈશાને સ્કૂલમાંથી રજાઓ મળતી હતી, ત્યારે તે પોતાના મોસાળમાં આવી જતી હતી. આઈશાના મામા અમરૂદીન જણાવે છે કે ઝાલોરમાં આઈશાનો લગાવને જોતા તેના માતા પિતાએ તેના લગ્ન પણ અહીં જ કરાવ્યા હતા.

ગઈકાલે (બુધવારે) આઈશા આપઘાત કેસમાં પતિ આરોપીએ નવો ફણગો ફોડ્યો હતો. અમદાવાદમાં આયશા આપઘાત કેસમાં એક વળાંક આવતો દેખાઈ રહ્યો છે. આ કેસમાં આઈશાના મામાના દીકરા આસિફનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આરોપી પતિ આરિફ ખાનને પત્ની આઈશાના ચરિત્ર પર શંકા હતી, જેના કારણે તે આઈશાને ત્રાસ આપતો હતો. આઈશાના પેટમાં રહેલા બાળકને લઈને પણ આયશા પર આરીફે અનેક મોટા આક્ષેપ કર્યા હતા. તમને જણાવી દઈએ કે આસિફ આઈશાના મામાનો દીકરો છે. આઈશાના બાળકને લઈને પણ આઇશા પર આરીફે આક્ષેપ કર્યા હતો કે, આઇશાના પેટમાં તેનું નહીં, પરંતુ આસિફનું બાળક છે.

બીજી બાજુ પોલીસ આરીફના એક્સ્ટર્નલ સબંધને લઈને પણ પોલીસ તપાસ કરશે. મોબાઈલ ફોનના સીડીઆરની વિગતો પણ મેળવશે. અગાઉ આઇશાના વકીલે ધડાકો કર્યો હતો કે, આઇશાના પતિ આરીફના રાજસ્થાનની એક યુવતી સાથે પ્રેમસંબંધને કારણે આઇશા તણાવમાં રહેતી હતી. આ તણાવમાં તેણે આ પગલું ભર્યું હતું.

આઈશા આપઘાત કેસમાં વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે આરિફને રાજસ્થાનથી અમદાવાદ લાવી હતી. અને તેને લોકઅપમાં પૂરી દીધો હતો. પણ જે છોકરીના હસતાં મોઢાને જોઈને આખી દુનિયા રડી રહી છે, તે છોકરીના મોતનું કારણ બનનાર આરિફના મોઢા પર શરમનો છાંટો નથી. આઈશાના મોતનો કોઈ અફસોસ નથી. જાણે આઈશાના મોતથી તેને કાંઈક ફરક જ નથી પડ્યો. તે પોલીસની સાથે બિન્દાસ ચાલવા લાગ્યો હતો.

લફરાબાજ આરીફની કબૂલાત, મારે અન્ય યુવતી સાથે સંબંધ હતો એટલે હું આઇશા પર જુલમ ગુજારતો હતો

આઈશાએ મરતા પહેલા પતિ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે વારંવાર તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા દબાણ કર્યું હતું અને તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. એક તબક્કે આઈશાએ આત્મહત્યા કરી લઈશ એમ કહેતાં આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આઈશાએ માતા-પિતા સાથે વાત કરી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

વટવામાં રહેતી આઇશાએ સાબરમતી નદીમાં શુક્રવારે છંલાગ લગાવીને મોતને વ્હાલું કર્યું હતું. આ આપઘાત કેસમાં રિવરફ્રન્ટ પોલીસ રાજસ્થાનમાં જઇને આરોપી આરીફને પાલીથી ઝડપી પાડયો હતો. આ બાદ આરોપીને અમદાવાદ લાવીને પોલીસે પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, મેં કહ્યું હતું આઇશાને કે, મરતા પહેલાં તું વીડિયો બનાવીને મોકલી આપજે. વધુમાં કબૂલ્યું કે, અન્ય યુવતી સાથે લફરા હોવાની વાત પણ સ્વીકારી છે. તે હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફ્ટાઈની તમામ હદવટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

પોલીસ સામે કરી કબૂલાત

આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેણે કબૂલ્યુ કે, હા મેં આઇશાને મરતા પહેલા વિડીયો બનાવવાનું કહ્યુ હતું. વધુમાં કબૂલ્યુ કે, આરીફ લગ્ન બાદથી આઇશાને માર મારતો હતો. તેને આયશા પહેલેથી જ પસંદ ન હતી. દરમિયાન તેનું અન્ય યુવતી સાથે લફરું હોવાનું જણાવી જુલમ ગુજારતો હતો.

મોબાઇલ અંગે પોલીસને આરીફે કોઇ જવાબ ન આપ્યો

પોલીસે આરોપી આરીફને મોબાઇલ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીએ પોલીસને ગોળગોળ જવાબો આપ્યા હતા. પરંતુ મોબાઇલ અંગે આરોપીએ મગનુ નામ મરી પાડયુ ન હતું. આરીફના ફોનમાં વધુ પુરાવા હોવાથી તેણે મોબાઇલ ફેંકી દીધો હોવાની શંકા સેવાઈ રહી છે.

બીજી બાજુ વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં ભલે પતિને માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી આરીફને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ જણાવ્યું છે કે, ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’. તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તેનો ફોન પણ છીનવી લીધો હતો.

આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ…

આયેશાના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જેમાં આયેશા (Ayesha khan) જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશા (Ayesha khan)ને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશા (Ayesha khan)ના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશા (Ayesha khan) (Ayesha Khan)ને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી.

ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *