PM મોદીનું ભાષણ આખરે કોણ તૈયાર કરે છે? લખનારનો પગાર કેટલો? જાણો અહિયાં..

PM મોદીનું ભાષણ આખરે કોણ તૈયાર કરે છે? લખનારનો પગાર કેટલો? જાણો અહિયાં..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લગભગ દરરોજ કોઈના કોઈ મુદ્દે ભાષણ (Speech) આપે છે. ક્યારેક રાજકીય રેલીઓ હોય છે તો ક્યારેક કોઈ લોકાર્પણ સમારંભ, તો ક્યારેક વિદ્યાર્થીઓને સંબોધન તો ક્યારેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાષણ. આ તમામ કાર્યક્રમોમાં પીએમ મોદીનું ભાષણ સૌથી અલગ અને પ્રસંગોપાત હોય છે. જેથી સૌકોઈને જાણવાઈ મહેચ્છા થાય છે કે, આખરે પીએમ મોદીનું આ ભાષણ લખે છે કોણ?

આ સવાલનો જવાબ જાણવા એક વડાપ્રધાન કાર્યાલય (Prime Minister Office)માં એક આરટીઆઈ (RTI) કરવામાં આવી હતી. આ આરટીઆઈ અંતર્ગત એ લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે જુદા જુદા પ્રસંગે પીએમ મોદીનું ભાષણ તૈયાર કરે છે.

પ્રધાનમંત્રી મોદીના ભાષણને લઈને કરવામાં આવેલી આરટીઆઈમાં એ વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, ભાષણને તૈયાર કરનારા લોકોને વળતર સ્વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે. આ આરટીઆઈનો જવાબ પણ મળી ગયો છે.

… અને પીએમ મોદી પોતે જ આપે છે આખરી ઓપ

PMOમાંથી આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જુદા જુદા માધ્યમોમાંથી ઈનપુટ એકત્ર કર્વાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ ભાષણોની રૂપરેખા તૈયાર કરે છે. PMOએ જણાવ્યું હતું કે, જુદા જુદા કાર્યક્રમો અનુંસાર પ્રધાનમંત્રીને તેના ઈનપુટ પુરા પાડવામાં આવે છે. ત્યાર બાદ પીએમ પોતે જ પોતાના ભાષણને આખરી ઓપ આપે છે. જોકે પીએમનું ભાષણ તૈય્યાર કરવાને વળતર રૂપે કેટલા પૈસા આપવામાં આવે છે તેનો ઉલ્લેખ RTIના જવાબમાં કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *