રાજ્યમાં કોરોના વાયરસે ફરી એકવાર સ્પીડ પકડી લીધી છે. ગુજરાતમાં આજે કોવિડ 19ના 480 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તથા 369 દર્દીઓએ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે ગયા છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધી 2,64,564 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 97.36 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે ભાવનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 05 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોના દર્દીઓની સ્થિતિ વિશે ચર્ચા કરીએ તો રાજ્યમાં હાલ 2749 કુલ એક્ટિવ કેસ છે, તેમાંથી 40 લોકો વેન્ટીલેટર પર છે અને 2709 લોકોની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 4412 લોકો કોરોના સામે હારી ગયા છે
ગુજરાતમાં કોરોનાના નવા 480 કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 101 કેસ નોંધાયા છે અને સુરતમાં 105 કેસ, વડોદરામાં 93 અને રાજકોટમાં 54 કેસ, જામનગરમાં 17 અને ગાંધીનગરમાં 11 કેસ, ભાવનગર, જૂનાગઢમાં 8 – 8, આણંદમાં 10 કેસ, કચ્છમાં 10, ભરૂચમાં 7, ખેડામાં 6 કેસ, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં 5 – 5 કેસ, અમરેલી, ડાંગ, મહિસાગર, નવસારીમાં 4 – 4 કેસ, બોટાદ – વલસાડમાં 3 – 3, અરવલ્લીમાં 2 કેસ, છોટાઉદેપુર, દ્વારકા, મોરબી, નર્મદામાં 2 – 2 કેસ, બનાસકાંઠા, દાહોદ, ગીર સોમનાથમાં 1 – 1 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં અભૂતપૂર્વક કોરોના રસીકરણ કુલ 1,31,969 વ્યક્તિઓને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 11,09,515 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 2,45,010 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,01,991 વ્યક્તિઓનું રસીકરણ કરાયું.