‘બા’નો જુસ્સો:બાપુનગરમાં મતદાન કર્યા બાદ 75 વર્ષના દાદી બોલ્યાં કે

‘બા’નો જુસ્સો:બાપુનગરમાં મતદાન કર્યા બાદ 75 વર્ષના દાદી બોલ્યાં કે

મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. બીજીતરફ ઘી કાંટા વિસ્તારમાં રહેતા 65 વર્ષ બા વ્હીલચેર પર મતદાન માટે પહોંચ્યા છે, તેમને હાથ અને પગમાં પેરાલીસીસ હોવાથી ચાલી શકતા નથી, જોકે આજે મહત્વનો દિવસ હોવાથી બા પોતાના પરિવારજનો સાથે દરિયાપુરની શાળા નંબર 8માં મતદાન કર્યું.બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં મતદારોને ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાનની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં મતદાન મથક ખોટા હોવાથી મતદારો અકળાયા હતા.

દરિયાપુરમાં પહેલા 2 કલાકમાં નીરસ વાતાવરણ
અમદાવાદ શહેરમાં સવારે સાત વાગ્યાથી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ની શરૂઆત થઈ છે, જેમાં શહેરના ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં પહેલા 2 કલાક દરમિયાન નીરસ વાતાવરણ જોવા મળ્યું, એટલે કે એકલ દોકલ મતદારો મતદાન મથકે જોવા મળ્યા. સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી 10ના સમયગાળા દરમિયાન મતદારો, ભીડ થી બચવા માટે મતદાન કરી દેતા હોય છે, પરંતુ આ બન્ને વિસ્તારમાં સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને શરૂઆતના તબક્કામાં મતદાન મથકે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. નિવૃત પોલીસ અધિકારી તરુણ બારોટે બાપુનગર શ્રીજી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. બાદમાં તેમણે કહ્યું હતું કે આજે મતદાન કરવાનો દિવસ છે અને અતિ મહત્ત્વપૂર્ણ છે.

પશ્ચિમ મતદાનની ગતી ધીમી
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં મતદાનની ગતી ધીમી ચાલી રહી છે. મોટા ભાગે સિનિયર સિટિઝનો મતદાન કરવા માટે આવી રહ્યાં છે. બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નહિ. લાઈનમાં ઉભુ રહેવા પડે છે. નવરંગપુરામાં અનેક દંપત્તિઓએ બાળકો સાથે મતદાન કર્યું છે. શહેરમાં વહેલી સવારે એક કલાકના મતદાનમાં વૃદ્ધો અને યુવાનો મત આપવા આવ્યા હતા. અમદાવાદમાં એક કલાકમાં 5 ટકા મતદાન થયુ છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ પણ મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપે કોર્પોરેશનને કોર્પોરેટ બનાવી દીધું છે. લોકો મંદી અને મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયાં છે. થલતેજના ભાવિન વિદ્યાલયમાં કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલે મતદાન કર્યું હતું.

વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં મતદાન કર્યુ
રાજકોટ શહેરમાં મતદાનના મહાપર્વની ઉજવણી સ્વરૂપે રાજકોટવાસીઓ શહેરના દરેક મતદાન મથકે પહોંચી ગયા છે, યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના દરેક મતદારો મતદાન કરતા નજરે પડી રહ્યાં છે. તેમાંય 91 વર્ષીય વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ હતું. તો અન્ય એક 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે મતદાન કર્યુ હતું.

કેન્દ્ર પર મતદારો હેન્ડ ગ્લોસથી વંચિત
અમદાવાદ નારણપુરાના તમામ મત કેન્દ્ર પર હેન્ડ ગ્લોસ આપવામાં આવતા નથી. કેટલાક બુથ પર બાજુ માં મૂકી દીધા છે તો કેટલાક બુથ પર તો પેકેટ તોડવામાં જ નથી આવ્યું. ટકોર કર્યા બાદ હેન્ડગ્લોસ વોટર્સ ને આપવામાં આવ્યા, સાથે નારણપુરાના તપોવન વિદ્યાલય માં ભાજપની સ્લીપ સાથે વોટર્સ અંદર સુધી આવી ગયા અને કોઈ એ તેમને ચકાસ્યા નહીં,નારણપુરાની સરકારી શાળાના બુથ માં પણ ભાજપની સ્લીપ સાથે વોટિંગ કરતા વ્યક્તિ નજરે પડ્યા. બાપુનગર ગુજરાતી શાળા નંબર 14-15ની 100 મીટરની હદમાં કોંગ્રેસના ધ્વજ લહેરાય છે. આચારસંહિતા નિયમ મુજબ 100 મીટરમાં કોઈ પક્ષના ધ્વજ કે પ્રતીક લગાવવા પર પ્રતિબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *