કોરોના વાયરસ (Corona Virus) ફેલાવવા માટે ચીન (China)ના વુહાન (Wuhan) પર આંગળી ચિંધાઈ રહી છે. કોરોના વાયરસ ચામાચિડિયા (Bat)માંથી ફેલાયો હોવાનું માનવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસનું પગેરૂ શોધવા માટે ચીન ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમે સનસની ખુલાસો કર્યો છે.
WHOનાં નિષ્ણાતોનું કહેવું છે કે, તેમની તપાસમાં એ બાબતનો ખુલાસો થયો કે વુહાનમાં વેચાતા સસલા (Rabbit) અને ઉંદરો (Ret)ની પ્રજાતિનાં કેટલાક અન્ય જીવો દ્વારા તે માણસોમાં કોરોના વાયરસ ફેલાયો હતો. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં નિષ્ણાતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયામાં આ જીવો દ્વારા જ કોરોના ફેલાયો છે.
WHOની ટીમે લાંબા સમયથી કોરોનાનાં કેન્દ્ર અંગે જાણવામાં પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત આ ટીમ એ શોધવાનાં પણ પ્રયાસો કરી રહી છે કે આખરે તે પેદા કઇ રીતે થયો અને કઇ રીતે સમગ્ર દુનિયામાં ફેલાયો? જો કે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ વુહાનનાં એનિમલ માર્કેટમાં આ જીવોની સપ્લાયની તપાસ કરવાની જરૂર છે. તેમનું માનવું છે કે આખરે માર્કેટમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે જીવતા કે મૃત પ્રાણીઓને વેચવામાં આવી રહ્યા હતા. નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે, યુરોપમાં કેસ નોંધાયા બાદ ચીને મોટા પ્રમાણમાં ટેસ્ટીગ કર્યું હતું.
ગત સપ્તાહે WHOનાં નિષ્ણાતોની ટીમ ચીનથી પરત ફરી હતી. ચીનથી પરત ફર્યા બાદ નિષ્ણાતોની ટીમે જણાવ્યું હતું કે, લેબમાંથી વાયરસ ફેલાવાની વાત માની શકાય નહીં. જો કે એ પણ હકીકત છે કે, વુહનનાં એનિમલ માર્કેટમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હોવાની વાત હજુ સુધી સ્પષ્ટ નથી. શરૂઆતનાં રિપોર્ટમાં ચામાચિડીયા દ્વારા કોરોના ફેલાયો હોવાની વાત કહેવામાં આવી હતી, પરંતું નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબતનાં સંકેત મળ્યા નથી. જેથી એ ચોક્કસથી કહી શકાય કે, કોરોના વાયરસ કોઇ પ્રાણી દ્વારા ચામાચિડીયામાં કોરોના ફેલાયો હતો અને ત્યાંથી તે માણસો સુધી પહોંચ્યો હોવો જોઈએ.