વડોદરા બોટ દુર્ઘટના: ‘કાલ રાતથી શોધું છું પણ મારો દીકરો નથી મળતો,’ દાદીનું હૈયાફાટ રુદન

વડોદરા બોટ દુર્ઘટના: ‘કાલ રાતથી શોધું છું પણ મારો દીકરો નથી મળતો,’ દાદીનું હૈયાફાટ રુદન

વડોદરાના હરણી તળાવમાં બનલી ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનાં મોત થયા છે. પરંતુ હજૂ પણ એક બાળક ગૂમ હોવાની વાત સામે આવી રહી છે. બાળકના દાદીએ જણાવ્યું કે, અમારૂ બાળક હજૂ સુધી મળી રહ્યું નથી.

વડોદરાનાં હરણી તળાવમાં બનેલી ગંભીર દુર્ઘટનામાં 12 બાળકોના મોત થયા છે. હરણી તળાવ ખાતે સ્કૂલ પિકનિકમાં ગયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઓવરલોડ થયેલી બોટમાં બેઠા અને સેલ્ફી લેતા દરમિયાન લાઈફ જેકેટ ન પહેર્યા હોવાના કારણે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે. આ બાદ અનેક પરિવારો પોતાના મૃત બાળકના દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરંતુ એક પરિવારનો બાળક હજુ પણ ગુમ હોવાની વાત સામે આવી છે.

વડોદરા દુર્ઘટનામાં એક પરિવારનું બાળક હજૂ પણ મળી રહ્યું ન હોવાનો તેમના દાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ 2જા ધોરણમાં અભ્યાસ કરતું 7 વર્ષના બાળકનું નામ કિષ્ના સોલંકી હોવાનું સામે આવ્યું છે. તેમના દાદી શારદા બાએ જણાવ્યું કે, મારો પૌત્ર ક્રિષ્ના અમીન સોલંકી હજુ પણ મળી રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેમના પિતા હયાત નથી, આથી તે મારી સાથે રહેતો હતો. બાળકના દાદી કોઈના બંગલામાં ઘરકામ કરે છે, ત્યાં તેમણે પૈસા ઉપાડીને કિષ્નાને પ્રવાસમાં મોકલ્યો હતો.

દાદા શારદા બાએ વધુમાં જણાવ્યું કે, બાળક મળી રહ્યું ન હોવાથી તે કાલ સાંજના ઘટના સ્થળે ધક્કા ખાઈ રહ્યા છે. આ સાથે જ્યારે શાળાના સંચાલકોને પણ આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મને કોઈ જવાબ આપ્યો નહી. જણાવી દઈએ કે, હાલ આ દાદી હરણી તળાવ પહોંચ્યા છે અને તેમના પૌત્રને શોધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ કર્યો છે. એમાં ઇ.પી.કો.કલમ 304, 308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ પાસે હતો. વિગતો સામે આવી છે. આ કરૂણ ઘટનામાં જે હોડી ચલાવી રહ્યો હતો તે સેવ ઉસળની લારીવાળો હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે, હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *