વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં લાગી જોરદાર ભીષણ આગ, વિડિયો જોઈ તમારા રૂવાડા ઉભા થઇ જશે, જુઓ વિડિયો અહી

વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં લાગી જોરદાર ભીષણ આગ, વિડિયો જોઈ તમારા રૂવાડા ઉભા થઇ જશે, જુઓ વિડિયો અહી

ગુજરાતના વડોદરામાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ ત્યાં જોરદાર આગ લાગી છે અને અત્યાર સુધીમાં 10 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે દીપક નાઈટ્રેટ કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ દસ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અત્યારે સ્થળ પર અરાજકતાનો માહોલ છે અને લોકો ખૂબ જ ડરી ગયા છે. અકસ્માતના જે વીડિયો સામે આવ્યા છે તેમાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. વચ્ચે જ્વાળાઓ પણ દેખાય છે.

આ પહેલા પણ ગુજરાત અને દેશના અન્ય વિસ્તારોમાં આવા જોરદાર બ્લાસ્ટ થયા છે. આગના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં જ દિલ્હીના મુંડકામાં 4 માળની ઈમારતમાં ભયંકર અકસ્માત થયો હતો. આમાં 27 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો લાપતા થયા હતા. દિલ્હીના નરેલામાં એક સ્લિપર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. તે ઘટનામાં ફાયર બ્રિગેડે સમયસર તમામને બચાવી લીધા હતા.

હવે ગુજરાતના વડોદરામાં જોરદાર વિસ્ફોટ બાદ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તેને ઓલવવામાં ફાયર બ્રિગેડને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ લોકોને બચાવવાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 10 લોકો ઘાયલ થયા છે, આ આંકડો પણ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *