ICC મેન્સ T20I ટીમની મોટી જાહેરાત, જેમા ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓને જગ્યા મળશે

ICC મેન્સ T20I ટીમની મોટી જાહેરાત, જેમા ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓને જગ્યા મળશે

ICC ટીમ ઓફ ધ યર 2022: ICCએ T20I ટીમ ઓફ ધ યર જાહેર કરી છે. ભારતના ત્રણ 3 ખેલાડીઓ આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે. સાથે જ જોસ બટલરને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ICC T20 ટીમ ઓફ ધ યર 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC મેન્સ T20I ટીમ ઓફ ધ યર જાહેર કરી છે. વર્ષ 2022ની રમત પર નજર કરીએ તો ICCએ ટોચના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ ટીમમાં ભારતના 3 ખેલાડીઓ પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે. આ સિવાય ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023 જીતાડનાર જોસ બટલરને ICCની સર્વશ્રેષ્ઠ T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયાના આ ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ICC મેન્સ T20I ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. વિરાટ કોહલી માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું, તેણે આ વર્ષે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ આ વર્ષનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન હતો.

વર્ષ 2022 સૂર્યકુમાર માટે યાદગાર રહ્યું
સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં T20 ક્રિકેટમાં સૌથી સફળ બેટ્સમેન હતા. આ વર્ષે તેણે 31 ઇનિંગ્સમાં 46.56ની એવરેજ અને 187.43ની સ્ટ્રાઇક રેટથી 1,164 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 9 અડધી સદી અને 2 સદી જોવા મળી હતી. આ સાથે તે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો. તે આ સમયે T20 ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન પણ છે. સૂર્યકુમાર યાદવ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બન્યો છે. તેણે આ વર્ષે કુલ 68 સિક્સર ફટકારી છે.

ICC પુરૂષોની T20I ટીમ ઓફ ધ યર
જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કુરાન, વાનિન્દુ હસરંગા, હરિસ રૌફ, જોશ લિટલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *