સ્કૂલમાં ભણતા નાના બાળકને ખેંચીને દીવાલ પાછળ લઈ ને કર્યું ગંદુ કામ, જાણો વધુ વિગતવાર

સ્કૂલમાં ભણતા નાના બાળકને ખેંચીને દીવાલ પાછળ લઈ ને કર્યું ગંદુ કામ, જાણો વધુ વિગતવાર

અમદાવાદમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનો બનાવ બનતા ચકચાર મચા જવા પામી છે. બાળકના પિતાએ ફરિયાદ દાખલ કરતા પોલીસ સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.

શહેરના પૂર્વ વિસ્તારમાં એક બાળક સ્કૂલમાં રમતો હતો ત્યારે અન્ય એક સગીર તેનો હાથ પકડીને મેદાનની દીવાલ પાછળ લઈ ગયો હતો. જ્યાં બાળકનું મોઢું દબાવીને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે ઘરે જઈને વાત કરતા માતાપિતાએ તેની સારવાર કરાવી હતી. આ મામલે બાળકના પિતાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને સગીર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પીડિત બાળકનો પરિવાર મૂળ બિહારનો છે. પીડિતના પિતા રોજીરોટી માટે અમદાવાદ આવીને સ્થાયી થયો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો રખિયાલમાં રહેતો 32 વર્ષીય યુવક મૂળ બિહારનો છે અને ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે પત્ની, સાળી તથા ત્રણ બાળકો સાથે રહે છે. બે દિવસ પહેલા સાંજે તેનો સગીરવયનો દીકરો સ્કૂલેથી રડતો રડતો ઘરે આવ્યો હતો. બાળકને રડવાનું કારણ પૂછતાં સગીર બાળકે પેન્ટ કાઢી ગુદાનો ભાગ બતાવતા લોહી વહી રહ્યું હતું. બાળકની વધુ પૂછપરછ કરતા તેની સાથે કોઈએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.

સ્કૂલની દીવાલ પાછળ આચર્યું કૃત્ય

બાળકની વધુ પૂછપરછ કરતા તેણે એક સગીર આરોપીનું નામ આપ્યું હતું. બાળકે જણાવ્યું હતું કે સ્કૂલમાં બ્રેક દરમિયાન તે રમી રહ્યો હતો ત્યારે સગીર તેનો હાથ પકડીને સ્કૂલની દીવાલ પાછળ લઈ ગયો હતો. જ્યાં મોઢું દબાવીને તેનું પેન્ટ ઉતારી નાખ્યું હતું અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

બાળકે બૂમાબૂમ કરતા મોઢું દબાવી દીધું

બાળકે બૂમાબૂમ કરતા સગીર આરોપીએ તેનું મોઢું દબાવી દીધું હતું. એટલું જ નહીં, આ વાત કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાળક ઘરે પહોંચ્યો ત્યારે તેના ગુપ્તભાગેથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે બાળકના પિતાએ શિક્ષકને જાણ કરતા તેઓ ઘરે આવ્યા હતા અને પરિવારને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા. આ મામલે બાળકના પિતાએ 14 વર્ષના સગીર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કિસ્સામાં પીડિત અને આરોપી બંને સગીરવયના છે. નાની બાળકીએ સાથે ખરાબ કૃત્યના બનાવો વધી રહ્યા છે ત્યારે બાળક સાથે પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બનતા ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *