Grishma Vekariya: ગ્રીષ્મા હત્યામા આરોપી ફેનિલે કર્યા અનેક ખુલાસા, જાણો વધુ માહિતી અહી

Grishma Vekariya: ગ્રીષ્મા હત્યામા આરોપી ફેનિલે કર્યા અનેક ખુલાસા, જાણો વધુ માહિતી અહી

Grishma Vekariya: અમરોલી કોલેજ ખાતે ફેનિલે ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને લઈને આવો મારે મળવું છે. તેમ કહ્યા બાદ ગ્રીષ્માની માસી રેણુકા સાથે માથાકૂટ પણ કરી હતી.

રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં (Surat Grishma Vekariya murder case) ગુરુવારના રોજ આરોપી ફેનિલ ગોયાણીને (Fenil Goyani) સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. હત્યાની ઘટનાની શરૂઆતથી લઈ અંત સુધીની ઘટનાને ફરીથી પુનરાવર્તન કર્યું હતું. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ કામરેજના પાસોદરા પાટીયા પાસે એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરી નાંખી હતી. જેમા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટા મારીને 25થી 30 મિનિટ લાંબો ખૂની ખેલ ખેલ્યો હતો. ફેનીલે પહેલા ગ્રીષ્માના મોટા બાપા અને ભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતા. જે બાદ પાછળથી ગ્રીષ્માને પકડીને ગળા પર ચપ્પુ મારી દીધું હતું. આ દરમિયાન ગ્રીષ્મા ‘મને છોડી દે, મૂકી દે ની’ બૂમો પાડતી રહી પરંતુ ફેનીલે તેની એક નહીં સાંભળી. ફેનિલ પણ મોટે મોટેથી બોલતો હતો કે, ‘મને મારવા તે કોને મોકલેલા’ તેમ કહીને ચપ્પુથી ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું.

Grishma Vekariya

આ કેસમાં આરોપી ફેનિલની કામરેજ પોલીસે અટક કર્યા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ તેને સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમના ઉચ્ચ અધિકારીઓ, સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાની રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સૌથી પહેલા ફેનિલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેના મિત્રના કપલ બોક્સ કાફે પર લઈ જવાયો હતો. ત્યારબાદ અમરોલી કોલેજ અને પછી પોલીસે તેને લઈને ગ્રીષ્માના ઘર પાસે પહોંચી હતી. ત્યારે તો પરિવારજનોમાં આરોપી ફેનિલ સામે રોષ જોવા મળ્યો હતો. આ પરિવારજનો તેને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Also Read: Grishma Vekaria: આરોપી ફેનીલ ગોયાણીની સાથે ઘટના સ્થળે જઈ ને પોલીસે ઘટનાનું પુનરાવર્તન કર્યું – જુઓ તસવીરો

 Grishma Vekariya

ગુરૂવારે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતુ જેમાં અનેક નાની નાની બાબતો સામે આવી હતી. પોલીસની ટીમ ફેનિલને પ્રથમ કાપોદ્રા ખાતે સાયબરની ઓફિસ ઉપર થઈને અમરોલી કોલેજ પહોંચ્યા હતા. અમરોલી કોલેજ ખાતે ફેનિલે ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને લઈને આવો મારે મળવું છે. તેમ કહ્યા બાદ ગ્રીષ્માની માસી રેણુકા સાથે માથાકૂટ પણ કરી હતી. પોલીસે કોલેજ ખાતેથી આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી લીધા છે. અમરોલી કોલેજથી લક્ષ્મીધામ સોસાયટી પર આવ્યા હતા. બનાવના દિવસે શનિવારે ફેનીલ બેગમાં બે ચપ્પુ લઇને લક્ષ્મીધામ સોસાયટી પહોંચ્યો ત્યાં સુધીના અગાઉના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરેલા હતા.

Grishma Vekariya

રિકન્સ્ટ્રકશનમાં જાણવા મળ્યુ હતુ કે, ફેનીલ લક્ષ્મીધામ સોસાયટી ખાતે આવીને આંટા માર્યા હતા. તે સમયે ગ્રીષ્માના મોટા બાપા સુભાષ વેકરીયા અને ભાઈ ઘરમાંથી આવીને તેને સમજાવવા ગયા હતા. પરંતુ ફેનીલે કોઇનું કાંઇ સાંભળ્યા વગર જ સીધો સુભાષભાઈના પેટમાં ચપ્પુનો ઘા કરી દીધો હતો. દીકરો ચપ્પુ પકડવા જતાં તેને પણ હાથમાં ઈજા થઈ હતી. આ સાથે ફેનીલે દીકરાના માથામાં પણ ચપ્પુ મારી દીધો હતો. આ જોઇને ગ્રીષ્મા પણ ત્યાં આવી ગઇ હતી.

Grishma Vekariya

જેથી ફેનીલે તેને પણ પાછળથી પકડી ગળા પર ચપ્પુ મૂકી દીધો હતો. તે દરમિયાન ગ્રીષ્મા મને છોડી દે, મને મૂકી દે, જવા દે તેમ કહી બૂમો પાડતી હતી. ત્યારે ફેનીલ પણ મોટે મોટે બોલ્યો હતો કે, મને મારવા કોને મોકલેલા? જે બાદ ફેનિલે ગળા ઉપર ઉપરાછાપરી ત્રણ વાર ચપ્પુથી ઘા કરી ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. ગ્રીષ્મા તરફડી રહી ત્યારે જ ફેનિલ માવો ખાઈને પોતે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યુ હતુ. જે બાદ ફેનિલે હાથની નસ પણ કાપવાનું પણ નાટક કરી મિત્રને ફોન કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *