મોટા સમાચાર: કોરોના સંક્રમણ ગુજરાતના આ 6 મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, જાણો કયા કયા શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ?

મોટા સમાચાર: કોરોના સંક્રમણ ગુજરાતના આ 6 મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, જાણો કયા કયા શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠક (Core committee meeting)માં આજે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે કોરોના ગાઇડલાઈન (Corona’s guideline)ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠક (Core committee meeting)માં આજે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટના રાજય સરકારે શાળા-કોલેજો 21/2/2021થી ઓફલાઇન શરૂ કરવાનો આદેશ આપ્યો છે સાથે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈન (Corona’s guideline)ના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે..

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં કોવિડ ગાઇડલાઇનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામા અંતર્ગત બે અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ (Night curfew ) તા.18 ફેબ્રુઆરી થી તા.25 ફેબ્રુઆરી સુધી લંબાવાયો છે જે દરમિયાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી આ બંને શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આ સાથે જ રાજ્યમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક મેળાવડા અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં 75% ક્ષમતા અને બંધ જગ્યામાં 50 ટકા કુલ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. જોકે લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

હાલ 6 મહાનગર સુરત, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યો છે. જોકે અમદાવાદ અને વડોદરામાં નાઇટ કરફ્યૂ યથાવત રહેશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *