ગાઝીપુર બોર્ડર પર 123 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ હોળીની ઉજવણી કરી, જોવો વિડીયો

ગાઝીપુર બોર્ડર પર 123 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડુતોએ હોળીની ઉજવણી કરી, જોવો વિડીયો

ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક ખેડૂતને ટાંકીને જણાવ્યું છે કે, ‘અમે માંગણી કરીએ છીએ કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારે અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચે. જેથી આપણે ઘરે પાછા જઈ શકીએ.

નવી દિલ્હી: દેશભરના ખેડુતો કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 123 દિવસથી ખેડૂતો દિલ્હીની સરહદો પર દેખાવો કરી રહ્યા છે. દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર આવેલા ગાઝીપુરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન પર બેઠા છે. આ સમય દરમિયાન, ખેડૂતોએ અહીં હોળીનો તહેવાર પણ ઉજવ્યો હતો. હોળી પર, ખેડુતોએ ગીત ગાતા અને નૃત્ય કરીને હોળીની ઉજવણી કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ તેનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ખેડુતો સંગીત વગાડતા અને નાચતા નજરે પડે છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક ખેડૂતને ટાંકીને જણાવ્યું છે કે, ‘અમે માંગણી કરીએ છીએ કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારે અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચે. જેથી આપણે ઘરે પાછા જઈ શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *