સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં કહ્યું Statue of Unity જોઇને લાગે છે કે…

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ગુજરાતમાં કહ્યું Statue of Unity જોઇને લાગે છે કે…

સ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ શુક્રવારે કેવડીયા કોલોને ખાતે આવ્યા હતા. તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા બાદ પોતાના અનુભવ અંગે લખતા જણાવ્યું કે, મે કેવડિયા જઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા અન્ય આકર્ષણો જોયા છે. ખુબ જ અદ્ભુત અવિસ્મરણીય અને અકલ્પનીય છે, તેમણે વધારેમાં જણઆવ્યું કે, આપણા વડાપ્રધાનનાં દ્રઢ નેતૃત્વ વિશાળ વિચારનું પ્રતિબિંદ કેવડિયામાં દરેક ક્ષણે જોવા મળી રહ્યું છે.

મને લાગતું જ નથી કે આપણી માતૃભુમિ ભારતમાં જ છું. હું જોઇને અભિભુત થઇ ગયો હતો. વડાપ્રધાને સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. કેવડિયા ભારતનું ગૌરવ છે. મને લાગી રહ્યું છે કે, દેશ એક મજબુત હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષીત છે, તેનું ઉત્તમ અને જીવતુ જાગતું ઉદાહરણ છે કેવડિયા કોલોની. અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલને કોટી કોટી નમન.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે મોટા ઉદ્યોગપતિઓ અને વીઆઇપી લોકોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતો વધી રહી છે. આ અગાઉ ગૌતમ અદાણી પણ સ્ટેચ્યુની મુલાકાત લઇ ચુક્યા છે. મોટા ઉદ્યોગપતિઓ પણ અહીં રોકાણ કરવા ઇચ્છી રહ્યા છે. અહીં જે પ્રકારે ઉદ્યોગપતિઓ વીઆઇપી લોકો આવી રહ્યા છે તે જોતા અહીં વૈભવી હોટલનાં નિર્માણ માટે અનેક ગ્રુપ આગળ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *