અમદાવાદમાં આઈશાના પતિને લઈ મોટું રહસ્ય ખુલ્યું..

અમદાવાદમાં આઈશાના પતિને લઈ મોટું રહસ્ય ખુલ્યું..

અમદાવાદમાં આઈશા (Aaisha) નામની પરિણીતાએ હસતા મુખે વીડિયો બનાવીને સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. પણ મોત પહેલાંનાં તેના અંતિમ વીડિયોમાં તેણે હસતાં મોઢે દુનિયાને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ આઈશા અને તેના માતા પિતા વચ્ચેની ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી. જેમાં તે ખુબ જ રડતી હતી. તેના માતાપિતાને તેને સમજાવવાનો ખુબ જ પ્રયત્ન કરે છે, પરંતુ આઈશા વાતચીત કર્યા આપઘાત કરી લે છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દરેક મીડિયાની અહેવાલોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયામાં પણ આઈશાના પતિ વિરુદ્ધ લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ ઘટનાને પાંચ દિવસ વિત્યા હોવા છતાં એક પછી એક રહસ્ય બહાર આવી રહ્યા છે.

અમદાવાદમાં આઈશાના આપઘાતને લઈને શહેરના રિલીફ રોડ પર આઈશા વી વોન્ટ જસ્ટિસના બેનર લાગ્યા છે. આઈશાના આરોપી પતિ આરીફ ખાનને ફાંસીને સજા અપાવવા હાલ ચારેબાજુ પોસ્ટર લાગ્યા છે અને આરોપી પતિને ફાંસી આપવાની માંગ ઉઠી છે. બીજી બાજુ આઈશાના પતિને લઈને મોટો ખુલાસો થયો છે. આઈશાએ જેના માટે હસતા મુખે દુનિયાને અલવિદા કહી તેવા આરોપી પતિ આરીફ ખાનને બીજી ગર્લફ્રેન્ડ હોવાનો ખુલાસો થયો છે. આરીફ ખાન આયશાની સામે અન્ય ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો હતો અને તેની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો. જેથી આરીફ ખાન આયશાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને કંટાળીને આયશાએ આત્મહત્યા કરી લીધી હતી.

અત્રે નોંધનીય છે કે અમદાવાદમાં આઈશા આપઘાત કેસમાં પોલીસ આરીફ ખાન અને તેમના પરિવારજનોને પકડવા માટે રાજસ્થાન પહોંચી હતી. હાલ આઈશાનો પતિ આરીફ ખાન ફરાર છે. આઈશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી. આયશાના આપઘાત બાદ આરિફ લગ્ન પ્રસંગમાં હાજર હતો. એટલું જ નહીં, આઈશાને ફરિયાદ પરત લેવા પણ આરીફ દબાણ કરતો હતો. તમને જણાવી દઈએ કે આઈશાએ અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પોલીસ હાલ તપાસ માટે રાજસ્થાનમાં છે.

બીજી બાજુ વટવાની આઈશાએ તેના અંતિમ વીડિયોમાં ભલે પતિને માફી આપી હોય, પરંતુ તેના પિતા લિયાકતઅલી મકરાણી આરીફને માફ કરવા તૈયાર નથી. આઈશાના પિતાએ જણાવ્યું છે કે, ‘મને કોઈ રૂમ ભરીને પૈસા આપે તોપણ હું મારી દીકરીના હત્યારાને માફ નહિ કરું. તેણે મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી છે, તેની જિંદગી દોજખ બનાવી દીધી હતી. તે મારી દીકરીનો હત્યારો છે, તેને ક્યારેય માફ નહિ કરું.’. તેને સતત ત્રણ દિવસ સુધી તેનાં સાસરિયાંએ જમવાનું આપ્યું ન હતું. તેનો ફોન પણ છીનવી લીધો હતો.

આયેશા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરાએ…

આયેશાના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. જેમાં આયેશા (Ayesha khan) જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના સસરા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. આરીફ ખાનને માર મારવાના કારણે તેની પ્રેગનેન્સી મિસ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓ આયેશા (Ayesha khan)ને તેના પિયર મુકી ગયા હતા. ત્યાર બાદ આયેશા (Ayesha khan)ના પિતા પાસે ડોઢ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જ્યાં સુધી પૈસા નહી મળે ત્યાં સુધી તેઓ આયેશા (Ayesha khan) (Ayesha Khan)ને તેડી નહી જાય તેવી પણ વાત કરી હતી.

ગઈ 21 ઓગસ્ટે વટવામાં આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો. હું ક્યારેય મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરનારને માફ નહિ કરું. મારે ન્યાય જોઈએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઈશાએ પોતાના દહેજભૂખ્યા પતિ આરીફ ખાનને કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત પહેલાં પણ આઈશાએ આરીફને ફોન કરી મરવાનું કહ્યું હતું. તે સમયે પણ આરીફે તેને મરવું હોય તો મરી જા એવો જવાબ આપ્યો હતો. આઈશાના આપઘાત પણ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ.

આઈશાના મોત બાદ પણ દુઃખના બે આંસુ વહાવવાને બદલે તેના પતિએ નફ્ફટ બનીને વોટ્સએપ સ્ટેટસ મુક્યું હતું. આઈશાના મોતથી જ્યાં હજારો લોકોની આંખો નમ થઈ ગઈ હતી. પણ આઈશાના મોતથી તેના પતિને કાંઈક ફરક જ ના પડ્યો હોય તેમ તેના વોટ્સએપ સ્ટેટસ પરથી લાગી રહ્યું છે. હાલ તો હજારો લોકો આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે. અને તેના આવાં સ્ટેટસથી ભારે આક્રોશમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *