‘કરો રાધે-રાધે’ સાંભળીને કૂતરો હાથ જોડી તાળી પાડવા લાગ્યો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

‘કરો રાધે-રાધે’ સાંભળીને કૂતરો હાથ જોડી તાળી પાડવા લાગ્યો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કૂતરાનો એક વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે. એક મહિલા કૂતરાને રાધે-રાધે કરવાનું કહે છે અને પછી કૂતરો હાથ જોડીને તાળીઓ પાડવા લાગે છે.

સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ અનોખી દુનિયા છે. અહીં ક્યારે શું વાઈરલ થશે અને શું જોવા મળશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. દરરોજ આવા અનેક વીડિયો વાયરલ થાય છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવો જ એક વીડિયો હાલમાં જ વાયરલ થયો છે જે જોઈને તમે ચોંકી જશો. વીડિયોમાં એક કૂતરો પોતાની ભક્તિ બતાવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં શું બતાવવામાં આવ્યું?
સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય વિડીયો વાયરલ થાય છે, પરંતુ અમુક જ વિડીયો એવા હોય છે જે લોકોના દિલ જીતી લે છે. એક કૂતરાનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો ક્યાંક બેઠો છે. વીડિયો રેકોર્ડ કરી રહેલા લોકોમાંથી એક મહિલા, કૂતરાને ‘રાધે-રાધે’ કહેવાનું કહે છે અને તે પોતે જ રાધે-રાધે કહેવા લાગે છે. આ પછી કૂતરો હાથ જોડે છે અને તાળીઓ પાડવા લાગે છે. કૂતરાનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આ વીડિયોને @ChapraZila નામના પેજ પરથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યારે કૂતરો પણ પ્રેમથી રાધે રાધે કરવા લાગ્યો’. સમાચાર લખાય છે ત્યાં સુધી 10 હજાર 900 લોકો વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટમાં ‘અમેઝિંગ’ લખીને પોતાનો વિચાર વ્યક્ત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *