ખોળામાં ઉચકી ને કિસ કરી, શિક્ષક અને વિદ્યાર્થીના રોમેન્ટિક ફોટોશૂટ વાઇરલ

ખોળામાં ઉચકી ને કિસ કરી, શિક્ષક અને વિદ્યાર્થીના રોમેન્ટિક ફોટોશૂટ વાઇરલ

કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના વાલીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ તેઓએ મુખ્ય શિક્ષિકાને પણ નિશાન બનાવ્યા અને બીઇઓને ફરિયાદ કરી.

વિદ્યાર્થીના પ્રેમમાં પડવું શિક્ષક માટે ખૂબ મોંઘું સાબિત થયું. સસ્પેન્શન બાદ તેમની સામે તપાસની માંગ પણ જોર પકડી રહી છે. આ મામલો કર્ણાટકનો છે, જ્યાં એક શાળાના વિદ્યાર્થી અને મુખ્ય શિક્ષકની અંગત તસવીરો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો સામે આવતા જ વાલીઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિવાદિત શાળા કર્ણાટકના મુરુગામલ્લા ગામમાં હોવાનું કહેવાય છે. અહેવાલ છે કે શિક્ષણ સંબંધિત પ્રવાસ દરમિયાન, મુખ્ય શિક્ષિકા કથિત રીતે તેના પોતાના વિદ્યાર્થી સાથે અંગત ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે બંને કોઈ ફિલ્મી સીનની જેમ ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તસવીરોમાં બંને ખૂબ જ નજીક જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના વાલીઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તસવીરો સામે આવ્યા બાદ તેઓએ મુખ્ય શિક્ષિકાને પણ નિશાન બનાવ્યા અને બ્લોક એજ્યુકેશન ઓફિસર એટલે કે BEOને ફરિયાદ પણ કરી. તેમણે આ મામલે મુખ્ય શિક્ષિકાના વર્તનની તપાસની માંગ કરી છે. આ સિવાય તેઓ કડક કાર્યવાહી પણ ઈચ્છે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે BEO સ્કૂલ પહોંચ્યા અને માહિતી એકઠી કરી. મુખ્ય શિક્ષિકાએ કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયો ડિલીટ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે. શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ 22 થી 25 ડિસેમ્બર વચ્ચે પ્રવાસ પર ગયા હતા. જે તસવીરો વાયરલ થઈ છે તે અન્ય વિદ્યાર્થીએ ક્લિક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *