IND vs AUS: ઈન્દોર ટેસ્ટ પૂરી થતાં જ કેપ્ટન્સી છોડવાની જાહેરાત, હવે આ અનુભવી ખેલાડી બનશે કેપ્ટન!

IND vs AUS: ઈન્દોર ટેસ્ટ પૂરી થતાં જ કેપ્ટન્સી છોડવાની જાહેરાત, હવે આ અનુભવી ખેલાડી બનશે કેપ્ટન!

ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર ટેસ્ટમાં ભારતીય ટીમને 9 વિકેટે હરાવ્યું હતું, જેના કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં યજમાન ટીમને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. 4 મેચોની આ શ્રેણી હજુ પણ 2-1થી ભારતના પક્ષમાં છે. આ દરમિયાન કેપ્ટનશિપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ. શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ 3-3 દિવસમાં પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હીમાં રમાયેલી શ્રેણીની શરૂઆતની ટેસ્ટ મેચો જીતી લીધી હતી પરંતુ ઈન્દોરમાં યોજના ખોરવાઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ જીત મળી. હવે અમદાવાદમાં યોજાનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ભારતનો 9 વિકેટે પરાજય થયો હતો

બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં શુક્રવારે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 4 મેચની શ્રેણીમાં પ્રથમ જીત નોંધાવી હતી. ભારતીય બેટિંગ સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ અને ટીમ પ્રથમ દાવમાં 109 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. આ પછી ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા હતા. મહેમાનોને જીતવા માટે 76 રનનો આસાન ટાર્ગેટ આપતા ટીમ ઈન્ડિયા બીજા દાવમાં માત્ર 163 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

સ્મિથે કહ્યું- મારો સમય પૂરો થઈ ગયો છે

સ્ટીવ સ્મિથે ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની સંભાળી હતી. મેચ જીત્યા બાદ સ્મિથે નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે આ પેટ કમિન્સની ટીમ છે અને તે જ ઝડપી બોલર શ્રેણીમાં આગળ તેની આગેવાની કરશે. આનો અર્થ એ થયો કે સ્ટીવ સ્મિથે કેપ્ટનશિપ છોડી દીધી છે અને પેટ કમિન્સ અમદાવાદમાં 9 માર્ચથી શરૂ થનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયાના આ અનુભવી બેટ્સમેને કહ્યું, ‘મારો સમય પૂરો થઈ ગયો છે. હવે આ છે પેટ કમિન્સની ટીમ.

પેટ કમિન્સ અમદાવાદ પરત ફરશે

4 મેચની ટેસ્ટ શ્રેણી હજુ પણ 2-1થી ભારતની તરફેણમાં છે. ઈન્દોર ટેસ્ટમાં માત્ર 3 દિવસમાં મળેલી જીતે મુલાકાતી ટીમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધાર્યો હશે. હવે પેટ કમિન્સ ટીમમાં વાપસી કરશે. ટીમનો આ અનુભવી ઝડપી બોલર તેની બીમાર માતાની સારવારને કારણે બીજી ટેસ્ટ મેચ બાદ ઘરે પરત ફર્યો હતો. આ કારણે તે ત્રીજી ટેસ્ટ મેચનો ભાગ બની શક્યો નહોતો. સ્મિથના નિવેદનથી એ પણ સ્પષ્ટ છે કે ચોથી મેચમાં કમિન્સ ટીમની કપ્તાની સંભાળશે.

ભારતમાં કેપ્ટન બનવાનું પસંદ છે

સિરીઝમાં સ્મિથે એક મેચમાં કેપ્ટનશિપ કરી હોવા છતાં તેણે તેના પર ખુશી પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘ભારત એવો દેશ છે જ્યાં મને કેપ્ટનશીપ પસંદ છે. તે ચેસ મેચ જેવું છે જ્યાં દરેક ક્ષણ ગણાય છે. બેટ્સમેનોને અલગ-અલગ વસ્તુઓ કરવા અને તેમની સાથે ગેમ રમવા માટે દબાણ કરવામાં મજા આવે છે. કેપ્ટનશિપના મામલે કદાચ આ દુનિયામાં મારો ફેવરિટ દેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *