રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ પ્રેમી પંખિડાની કહાનીઓ જીવંત, હોસ્પિટલમાં જ કર્યું કઇક આવું – જુઓ વિડિયો

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ પ્રેમી પંખિડાની કહાનીઓ જીવંત, હોસ્પિટલમાં જ કર્યું કઇક આવું – જુઓ વિડિયો

યુક્રેન માં જ્યાં ચારે તરફ ગનપાઉડરની ગંધ ફેલાઈ રહી છે, ત્યાં હોસ્પિટલની એક પ્રેમાળ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીર બતાવે છે કે નફરતની વચ્ચે પણ પ્રેમ જીવંત છે.

રશિયા-યુક્રેન યુદ્ધના સમાચારની તમામ તસવીરો સામે આવી રહી છે. કેટલાક તસવીરો તમને રડાવશે અને કેટલીક તમને વિચારવા મજબૂર કરી દેશે. આ દરમિયાન એક તસવીર સામે આવી છે જે વાઇરલ છે. આ વીડિયો હોસ્પિટલની અંદરનો છે, જ્યાં એક યુવાન હોસ્પિટલ માં લગ્ન કરી રહ્યું છે. લગ્ન કરનાર વર-કન્યા વ્યવસાયે ડોક્ટર છે.

આ વીડિયો મીડિયા આઉટલેટ નેક્સ્ટા Nexta દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં યુવા ડોક્ટરોની જોડી હોસ્પિટલની અંદર સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લઈ રહી છે. ટ્વિટર પર વિડિયો શેર કરતાં લખ્યું છે – ‘કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.’

યુદ્ધની મધ્યમાં કર્યા લગ્ન

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને તમે ઈમોશનલ થઈ જશો. જ્યારે કિવમાં દરેક જગ્યાએ બોમ્બ અને મિસાઇલો ફાયરિંગ થઈ રહી છે, તે દરમિયાન આ યુગલ, હાથમાં હાથ નાખીને, સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. તેની સામે ઊભેલો એક માણસ લગ્નની વિધિ કરાવી રહ્યો છે.

તેમની બાજુમાં એક મહિલા અને હોસ્પિટલના કેટલાક અન્ય લોકો પણ જોવા મળે છે. લગ્ન સમારોહ પૂર્ણ થયા પછી, દરેક યુગલને અભિનંદન આપી રહ્યા છે. નવ દંપતીને લોકો કોમેન્ટ્સમાં અભિનંદન પાઠવી રહ્યાં છે અને વહેલી તકે યુદ્ધના અંતની પ્રાર્થના કરી રહ્યાં છે.

નવ દંપતિએ ઉઠાવી હતી બંદૂક

યુક્રેનની આ પહેલી તસવીર નથી. ગયા અઠવાડિયે, રશિયન હવાઈ હુમલો થયા પછી રાજધાની કિવમાં એક યુગલે તે જ સમયે લગ્ન કર્યાં હતાં. દેશની સ્થિતિ જોઈને આ કપલ લગ્નના થોડા કલાકો બાદ હાથમાં બંદૂક લઈને સ્થાનિક પ્રાદેશિક સંરક્ષણ કેન્દ્ર પહોંચ્યા હતા. તેઓએ કહ્યું કે તેઓ તેમના ભવિષ્યને વિષે જાણતા નથી, પરંતુ તેઓ એકસાથે મરી તો શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *