માતા-પિતા માટે ચેતવણી રૂપ અમદાવાદનો કિસ્સો! અભ્યાસની ચિંતા કર્યા વગર સગીરાએ કર્યું આવું કામ, જાણો વિગતવાર

માતા-પિતા માટે ચેતવણી રૂપ અમદાવાદનો કિસ્સો! અભ્યાસની ચિંતા કર્યા વગર સગીરાએ કર્યું આવું કામ, જાણો વિગતવાર

એક સગીરા 10માં ધોરણમાં (std. 10 girl) અભ્યાસ કરતી હતી. પોતાના કરિયરની ચિંતા કર્યા વગર સુરેન્દ્રનગરના (surendranagar) કોઈ યુવકના પ્રેમમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) મારફતે પડી હતી.

સોશિયલ મીડિયાનું (social media) ભૂત આજકાલના યંગસ્ટર્સોમાં ધૂણી રહ્યું છે. પોતાના પરિવારજનો કે કરિયરની ચિંતા નથી કરતા અને નાની ઉંમરમાં પ્રેમ કરી (love) બેસે છે અને બાદમાં પસ્તાવવાનો વારો આ સગીરાઓને તો આવે છે. સાથે ફોન આપનાર માતા પિતાને પણ અફસોસ થાય છે. આવો જ એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક સગીરા 10માં ધોરણમાં (std. 10 girl) અભ્યાસ કરતી હતી. પોતાના કરિયરની ચિંતા કર્યા વગર સુરેન્દ્રનગરના (surendranagar) કોઈ યુવકના પ્રેમમાં ઇન્સ્ટાગ્રામ (Instagram) મારફતે પડી હતી. બેગમાંથી બોયફ્રેન્ડે આપેલી ગિફ્ટ મળતા માતા પિતાએ ઠપકો આપી સ્કૂલ બંધ કરાવી તો સગીરા ઘર છોડી બોયફ્રેન્ડ (boyfriend) પાસે જતી રહી હતી.

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય યુવક દ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની રસોડા નું કામ કરે છે ત્યાં પણ તેઓ મદદ કરે છે. તેમને બે સંતાન છે જેમાં એક દીકરી ધો. 10માં અભ્યાસ કરે છે. થોડા સમય પહેલા તેમની આ દીકરી ઇન્સ્ટાગ્રામ માં કોઈ યુવક સાથે વાત કરતા ઝડપાઇ હતી. જેમાં તેણે એક યુવકનું નામ આપ્યું અને તેની સાથે તેને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હોવાથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ તેની સ્કૂલબેગમાંથી પર્સ અને ઘડિયાળ મળી આવ્યા હતા. જે બાબતે પૂછતાં સગીરાએ તેની ફ્રેન્ડે આપ્યા હોવાનું જણાવ્યું હતું. પણ ઠપકો આપીને પૂછતાં તેણે તેના બોયફ્રેન્ડને મળવા ગઈ ત્યારે આ ગિફ્ટ તેણે આપી હોવાની કબૂલાત કરી હતી. તેની બુકમાંથી એક નમ્બર મળી આવ્યો હતો જેમા તેને નમ્બરની બાજુમાં તેના બોયફ્રેન્ડ નું નામ લખ્યું હતું. તેને ફોન કરીને સગીરાના પિતાએ ઠપકો આપતા તેને માફી માંગી હતી અને હવે તેની સાથે વાત નહિ કરે તેવું કહ્યું હતું. બાદમાં સગીરાના માતા પિતાએ તેને સ્ફુલે જવાનું બન્ધ કરાવી દીધું હતું.

બે દિવસ પહેલા પરિક્ષા આપવા આ સગીરા સ્કૂલે ગઈ હતી. પણ બાદમાં તે ઘરે મોડી આવી હતી. મોડા ઘરે આવ્યા બાદ તેને કેમ મોડું થયું તેવું પૂછતાં તેને કહ્યું કે તે કોમ્પ્યુટરની પરીક્ષા ની તૈયારી માટે તેની બહેનપણી ના ઘરે ગઈ હતી. બાદમાં થોડા સમય પછી તે ઘરેથી ક્યાંક જતી હતી. જેથી તેના પિતા તેને સોસાયટીના ગેટ પાસે જોઈ જતા ક્યાં જાય છે તેવું પૂછતાં તેને ભૂખ લાગી હોવાથી કરિયાણાની દુકાને બિસ્કિટ લેવા જતી હોવાનું જણાવ્યું હતું.

પણ લાંબા સમય સુધી તે ઘરે ન આવી અને બાદમાં કરિયાણાની દુકાને પૂછપરછ કરતા તે દુકાનદારે કહ્યું કે તેણે અહીં આવી તેના ફોનથી કોઈને ફોન પર વાતો કરી હતી. જે નમ્બર પર ફોન કરતા સગીરાના બોયફ્રેન્ડનો નમ્બર હતો. તેને ફોન કરીને પૂછતાં તેણે સ્વીકાર્યું કે સગીરાએ તેને ફોન કર્યો હતો. બાદમાં આ પ્રેમીએ ફોન બંધ કરી દીધો હતો. સગીરા ને માતા પિતા શોધવા લાગ્યા હતા. ત્યાં પોલીસને પણ જાણ કરતા આ ફોન નમ્બર પર પોલીસે ફોન કર્યો હતો. ત્યાં જ પાટડી પોલીસસ્ટેશન માંથી સગીરા ત્યાં હોવાનો ફોન કરતા તેની ભાળ મળી હતી.

પોલીસે અહીં સગીરાને લાવી પૂછપરછ કરતા તેણે ચિરાગ નામના યુવક સાથે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઈ હતી. અને બાદમાં અવાર નવાર તે બને મન્દિર, રિવરફ્રન્ટ પર મળવા જતા હતા હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર બાબતે પોલીસે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીએ કોઈ અન્ય પ્રકારનું કૃત્ય આચર્યું છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *