Grishma Vekaria કેસ પછી સુરતમાં ચાલતા કપલ બોક્સ પર દરોડા – જાણો વધુ વિગત

Grishma Vekaria કેસ પછી સુરતમાં ચાલતા કપલ બોક્સ પર દરોડા – જાણો વધુ વિગત

રતમાં Grishma Vekaria ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને (Couple Box)લઈને સવાલો ઉભા થયા હતાં

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ (Grishma Vekaria Murder Case)બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને (Couple Box)લઈને સવાલો ઉભા થયા હતાં. હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી. આથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી. જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.

Grishma Vekaria

(Grishma Vekaria Murder Case) વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી

કમલેશ ક્યાડાએ જણાવ્યું કે સુરતમાં ચાલતા તમામ ગેરકાયદેસર કાફે પોલીસ બંધ નહી કરાવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સુરત શહેરના અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન બંધ કરાવવા બાબત રજૂઆત કરાઈ હતી. સુરતના ગ્રીસમાં વેકરિયાની હત્યા બાદ પ્રકારના આક્ષેપો થયા હતા અને આરોપી પોતે કપલ બોક્સ ચલાવતો હોવાની જાણકારી પોલીસને મળતાની સાથે જ પોલીસ હવે કપલ બોક્સ પર દરોડાની કામગીરી શરૂ કરી છે.

Also Read: Grishma Vekaria હત્યા કેસમાં આરોપી હત્યા કરવા જતા પેહલાનો કોલ રેકોડિંગ આવ્યું સામે, સાંભળો રેકોડિંગ અહી

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં પાદરા ખાતે શનિવારે મોડી સાંજે એક તરફી પ્રેમમાં પાગલ ફેમિલી નામના યુવકે ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પછી માહિતી સામે આવી હતી કે આરોપી સ્મોકિંગ ઝોન અને couple box ચલાવતો હતો. આરોપી યુવક અંગે તેનાં પિતાએ પણ કહ્યું હતું કે, તે પરિવારનાં કહ્યાંમાં નથી. તેમનો જ સિક્કો ખોટો છે. તેને ફાંસીની સજા આપવાની પણ વાત કરી હતી.

Grishma Vekaria

રાજકોટ: આઈસક્રીમ પાર્લરનાં નામે ધમધમે છે કપલ બોક્સ

ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલની સામે કેકેવી હોલની પાછળ એનીટાઈમ આઇસક્રીમ પાર્લરના ઓઠા હેઠળ કપલ બોક્સ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે એની-ટાઈમ આઇસક્રીમ પાર્લર પર પહોંચી ત્યારે અહીં સેટી, ગાદલા, ઓશિકા ટેબલ ફેન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તો સાથે જ આઈસ્ક્રીમ પાર્લરમાં રાખવામાં આવેલ ફ્રીજમાં એક પણ આઈસ્ક્રીમ ન હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *