સુરત સિવિલની મહિલા ડોક્ટરે ટેન્શનમાં વધુ દવા પીધી

સુરત સિવિલની મહિલા ડોક્ટરે ટેન્શનમાં વધુ દવા પીધી

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા રેસિડન્ટ ડોક્ટરે આજે સવારે ટેન્શનમાં કે ભૂલથી વધુ પડતી દવા પી જતા સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા પ્રોફેસર બિલ્ડિંગમાં રહેતી 25 વર્ષીય એના રોય સિવિલના બાળકો વિભાગ રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

આજે સવારે ઘરે કોઈ કારણ સર વધુ દવા ખાઈ ગઈ હતી. જેથી તેને પરિચિત વ્યક્તિ સારવાર માટે તાકીદે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં વોર્ડમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક દિવસથી તે ટેન્શનમાં રહેતી હોવાથી કે ભૂલથી વધુ પડતી દવા પી ગઈ હોવાની શક્યતા છે. જોકે ગઈ કાલે રાત્રે પણ તેણે દવા પી લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *