કેપ્ટન શિખર ધવનએ ફરી સંજુ સેમસનને તક નઈ આપી, તેથી લોકો કઈક આવી રીતે ગુસ્સે થયાં

કેપ્ટન શિખર ધવનએ ફરી સંજુ સેમસનને તક નઈ આપી, તેથી લોકો કઈક આવી રીતે ગુસ્સે થયાં

IND vs NZ ત્રીજી ODI: વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ODI માટે ભારતની પ્લેઈંગ-XIમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા હતા. તે સિરીઝમાં માત્ર એક જ મેચ રમી શક્યો હતો.

વિકેટકીપર સંજુ સેમસનને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં પણ તક મળી ન હતી. ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાનમાં યજમાન ટીમના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સંજુ સેમસનને ફરીથી પ્લેઈંગ-ઈલેવનમાં સામેલ ન થતાં તેના ચાહકો ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ શેર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર BCCI સંબંધિત ઘણી પોસ્ટ પણ જોવા મળી હતી.

પ્લેઈંગ-ઈલેવનમાં કોઈ ફેરફાર નથી

ભારતીય કેપ્ટન શિખર ધવને શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે માટે પ્લેઈંગ-ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેણે માત્ર વાઇસ કેપ્ટન રિષભ પંતને જ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો. સંજુ સેમસન શ્રેણીની પ્રથમ વનડે રમ્યો હતો પરંતુ તે નંબર-6 પર ઉતર્યો હતો. ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં સેમસને 38 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. જોકે, ભારતને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર ચાહકોનો રોષ

કેરળના 28 વર્ષીય સંજુ સેમસનનો પ્લેઈંગ-ઈલેવનમાં સમાવેશ ન થતાં તેના ચાહકો ગુસ્સે થયા હતા. એક યુઝરે લખ્યું, ‘હવે બહુ થઈ ગયું. ભારત આ મેચ હારી શકે છે. પંત ‘0’ કરશે. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘શું સેમસનને હવે રમવા માટે બોલિંગ શીખવી પડશે.’ તે જ સમયે, હેશટેગ ‘WeWantSanju’ પણ ટ્રેન્ડ કરવા લાગ્યો. એક યુઝરે લખ્યું- સંજુ સેમસનને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે જે ક્રિકેટર અને ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ ખોટું છે.

શ્રેણીની ત્રીજી વનડે માટે ભારતની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચહર, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *