માતા બની લાચાર બે દીકરીઓના ભણતર માટે માતાએ કર્યુ ન કરવાનું કામ – જાણો અહી

માતા બની લાચાર બે દીકરીઓના ભણતર માટે માતાએ કર્યુ ન કરવાનું કામ – જાણો અહી

સુરતમાં પાડોશીના ઘરમાં જ અવળા ધંધા કરતા રંગેહાથ સીસીટીવીમાં કેદ થઈ મહિલા, અગાઉ અડાજણ, રાંદેર અને અમરોલીમાં 4 ગુનાઓ નોંધાયા હતા.

સુરતના અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિના ઘરમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી.જોકે ચોરીની ઘટનામાં પોલીસે સીસીટીવી ચેક કરતા પોલીસ અને જેના ઘરે ચોરી થઈ હતી તે પણ ચોંકી ઉઠયા હતા કારણ કે ચોરી અન્ય કોઈ નહીં પણ તેમના પાડોશમાં રહેતી મહિલાએ તેની બે દીકરીઓ સાથે ચોરી ને અંજામ આપ્યો હતો ચોરી કરતી આ મહિલા અને તેની બે દીકરીઓ નજીકના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

જોકે ચોરી કરતાં પકડાઈ ની મહિલા ભૂતકાળમાં રાંદેર અને અમરોલી વિસ્તારમાં પણ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકી છે પરિવાર નો ખર્ચો ના ચાલતો હોવાને લઈને પડોશી સાથે મિત્રતા કેળવી બાદ તેમને મકાન ની ડુપ્લીકેટ ચાવીથી આ મહિલા ચોરી કરતી હતી પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી જજો કે ચોરી કરનાર વ્યક્તિને પોલીસે ધરપકડ કરી છે પણ આ ઘટનામાં ચોરી કરનાર પકડાયા બાદ પોલીસ સાથે તેના મકાનમાં ચોરી થઈ હતી તે પણ ચોંકી ઉઠયા હતા.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જય કોમ્પલેક્ષમાં રહેતા અને હેલ્થ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોહિત પારેખ 24 તારીખે રાત્રે પોતાની પુત્રીને નજીક આવેલી આઈસ્ક્રીમ ની દુકાન ઉપર દોડવા ગયા હતા તે દરમિયાન તેના ઘરમાં સોનાના દાગીના સહિત રોકડ રૂપિયા મળી એક લાખ 36000 રૂપિયાની ચોરી ની ઘટના સામે આવી હતી.

CCTVમાં ઘર ડુપ્લીકેટ ચાવીથી ખોલીને મકાનમાં પ્રવેશ કરતા દેખાય છે

જોકે ચોરી થયાનું માલુમ થતાની સાથે જ મકાન માલિક રોહિત તારીખે બિલ્ડિંગના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે તેમના પાડોશમાં રહેતી મહિલા કિરણ મહેતા તેને બે દીકરીઓ સાથે મૌલીક પારેખના ઘર ડુપ્લીકેટ ચાવીથી ખોલીને મકાનમાં પ્રવેશ કરતા દેખાય છે.

જેને લઇને મોહિત પારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે આ મહિલા પોતાની બે વખત નાબાલિક દીકરીઓ સાથે ચોરીને અંજામ આપતા હોવાની વિગતો સામે આવી હતી.

રાંદેર પોલીસે ઝડપેલી આરોપી મહિલા

મહિલા સામે અડાજણ, રાંદેર અને અમરોલીમાં 4 ગુનાઓ નોંધાયા છે

અગાઉ આ મહિલા સામે અડાજણ, રાંદેર અને અમરોલીમાં 4 ગુનાઓ નોંધાયા છે. આરોપી મહિલા કિરણ ધર્મેશ મહેતા અડાજણના જય કોમ્પલેક્ષમાં 14 હજાર રૂપિયાના ભાડાવાળા ફ્લેટમાં રહે છે. તેનો પતિ ધર્મેશ ડાયમંડના કારખાનામાં 23 હજાર રૂપિયા પગારથી નોકરી કરે છે. આરોપી મહિલાની બંને પુત્રીઓ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે.

આટલા રૂપિયામાં ઘર ચાલતું ન હોવાથી તે પડોશીઓના ઘરમાં ચોરી કરે છે

આમ આટલા રૂપિયામાં ઘર ચાલતું ન હોવાથી તે પડોશીઓના ઘરમાં ચોરી કરે છે.આ મહિલા જ્યાં પણ રહેવા જાય છે ત્યાં પડોશી સાથે સંબંધો કેળવી ઘરની રેકી કરીને ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરે છ જોકે આ મામલે અડાજણ પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે બે દીકરીઓ નાબાલિક હોવાને લઈને પોલીસે આ મામલે હાલ તપાસ શરૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *