ગ્રીષ્મ વેકરીયા કેસ: બચાવ પક્ષના વકીલે આરોપી ફેનિલને નિદોષ ગણાવ્યો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખૂલશો

ગ્રીષ્મ વેકરીયા કેસ: બચાવ પક્ષના વકીલે આરોપી ફેનિલને નિદોષ ગણાવ્યો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખૂલશો

સુરતના ચકચારી કેસમાં હત્યા કેસમાં હત્યાના આરોપી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ચકચારી ગીષ્મા વેકરિયા હત્યા કેસમાં હત્યારા ફેનીલ ગોયાણીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. આ સાથે મૃતક ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટર (Doctor) સહિતના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બચાવ પક્ષના વકીલે આરોપી માનસિક બીમાર હોવાનું જણાવ્યુ હતુ. ગ્રીષ્માનું પીએમ કરનાર તબીબની આજે જુબાની લેવામાં આવી રહી છે. જેમા બચાવ પક્ષે તબીબને અનેક ક્રોસ સવાલો પણ પૂછ્યા હતા.

મૃતકના મોટા બાપા અને ભાઇના પણ નિવેદન લેવાયા

સુરતના ચકચારી કેસમાં હત્યા કેસમાં હત્યાના આરોપી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. હાલ તો કોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. આજે સુરતની સેશન કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે ત્યારે ગ્રીષ્માના મૃતદેહનું પીએમ કરનાર ડોક્ટરના નિવેદન લેવામાં આવશે. આ સાથોસાથ ઘટના દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મૃતકના મોટા બાપા અને ભાઈનું પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે. તેમજ ઘટનાના સાક્ષીઓની જુબાની સહિત પુરાવા ચકાસણીની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જ્યારે હત્યારા ફેનિલને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટ પરીસર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 10:15 કલાકે કોર્ટમાં રજૂ કરી આગળની સુનાવણી શરૂ કરાઈ હતી. ગીષ્માં હત્યા કેસમાં જલદી ચુકાદો આવે તે માટે ફાસ્ટેટ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી શરૂ કરાઇ છે.

જે રીતે ગ્રીષ્મા વેકરીયા હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ધેરા પડ્યા હતા અને લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠયો હતો ત્યારે ગૃહમંત્રી પણ પરિવારજનોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, આ ગુના બદલ આરોપીને કડકમાં કડક સજા થશે અને જલદી ચુકાદો આવશે. ત્યારે આ ઘટના ની ગંભીરતા લઈને હાલ આ કેસ ફાસટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.

માત્ર એક સપ્તાહમાં ચુકાદો આવે તેવા એંધાણ ???

મહત્વની વાત એ છે કે, જે રીતે ફેનિલે ગ્રિષ્મા વેકરીયાની કરપીણ હત્યા કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયો હતો. ત્યારે આ કેસના ચુકાદાની સૌ કોઈ રાહ જોઈ ને બેઠા છે. ત્યારે આ મામલે માત્ર એક જ સપ્તાહમાં ચૂકાદો આવે તેવા એંધાણ હાલ કોર્ટની કાર્યવાહી પરથી વર્તાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *