Surat: ગ્રીષ્મા હત્યા કેસ, ચાર દિવસ ફેનિલની ધરપકડ જ પોલીસે 2500 પાનાની ચાર્જશીર રજૂ કરી

Surat: ગ્રીષ્મા હત્યા કેસ, ચાર દિવસ ફેનિલની ધરપકડ જ પોલીસે 2500 પાનાની ચાર્જશીર રજૂ કરી

કામરેજ પોલીસે (kamrej police) ગ્રીષ્મા વેકરિયાની હત્યાના આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી હતી. જોકે, આરોપીના ચાર દિવસમાં જ પોલીસે 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. સુરત સહિત સમગ્ર ગુજરાતને (Gujarat) હચમચાવી દેનારી ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma murder case) પોલીસે ચાર્જશીટ રજૂ (chargesheet) કરી હતી. કામરેજ પોલીસે (kamrej police) ગ્રીષ્મા વેકરિયાની હત્યાના આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી હતી. જોકે, આરોપીના ચાર દિવસમાં જ પોલીસે 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરીહતી. જેમાં 190 સાક્ષીઓ અને 27 આઈ વિટનેશની જુબાની લેવાઈ હતી. પોલીસે સાંજના છ વાગ્યે ચાર્જશીટ રજૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે સરકારી વકીલ નયન સુખડવાળાના હસ્તે કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. અને આ ચાર્જશીટમાં ઘટના સ્થળે હાજર 27 આઈ વીટનેશની જુબાની લેવાઈ હતી. આ ઉપરાંત 190 સાક્ષીઓની જુબાની પણ લેવાઈ હતી. પોલીસે સાક્ષીઓની જુબાનીના આધારે ચાર્જશીટ રજૂ કરી હતી.

12 ફેબ્રુઆરીએ જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યા બાદ આરોપી ફેનિલે દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કામરેજ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. અને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મંજૂર કરાવ્યા હતા.

ફેનિલ સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં 302 હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરશે ત્યારે હકિકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કર્યુ તે બહાર આવશે. ફેનિલને સાથે રાખી અને મૃતક દીકરીના ઘર પાસે રિકનસ્ટ્રક્શન કરવામાં આવશે પરંતુ પોલીસ બંદોબસ્ત વધારવો પડશે. લોકોમાં ફેનિલ ગોયાણી માટે એટલો રોષ છે કે તેના પર હુમલો થઈ શકે છે.

આ કેસમાં અનેક એવી વિગતો સામે આવી છે જેનાથી હત્યારા ફેનિલ ગોયાણીની માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે. ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી. આ સાથે ફેનિલે ગળું કાપીને હત્યા કઇ રીતે કરવી તે પણ સોશિયલ મીડિયામાં જોયું હતુ. હત્યા કરવા માટે ક્રાઇમ પેટ્રોલની અલગ અલગ સિરિઝ પણ જોઇ નાંખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *