ગ્રીષ્મા હત્યા કેસ બાદ અન્ય માતાપિતા જાગ્યા, રત્નકલાકારની દીકરી સાથે બળજબરી કરતો હતો, પછી કર્યું કઈક આવું..

ગ્રીષ્મા હત્યા કેસ બાદ અન્ય માતાપિતા જાગ્યા, રત્નકલાકારની દીકરી સાથે બળજબરી કરતો હતો, પછી કર્યું કઈક આવું..

રત્નકલાકાર યુવકના ત્રાસથી કંટાળી માતાપિતાએ ઘર બદલાવ્યું છતાં યુવક પીછો છોડતો નહોતો, વેલેન્ટાઇન ડેના દિવસે બાઇક પર ઉઠાવી જઈ બળજબરી કરી હતી. તરૂણીએ માતાપિતાને કહેતા ડરી ગયેલા માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya Murder Case) હત્યાના આરોપી દ્વારા યુવતીને હેરાન કરવામાં આવતી હતી ત્યારબાદ તેની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે યુવતીઓની છેડતી (Teasing of Girls) કરનાર લોકો વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં (Surat Police)આવી ગઈ છે જોકે સિગ્નપોર વિસ્તારમાં રહેતી રત્ન કલાકારની ધોરણ-10માં અભ્યાસ કરતી તરુણી ને બે યુવકોએ છેડતી કરવાના ઈરાદાથી બોલાવી હતી. જોકે યુવતીએ ના પાડતા તેને ઘરેથી ઉપાડી જવાની ધમકી આપી મોટરસાઈકલ ઉપર બેસાડી એકાંત જગ્યા પર લઈ જાય ચુંબન કર્યુ હતું. યુવતીએ સમગ્ર મામલો (Minor Girl Molested in Surat) પરિવારને કહેતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ (Surat Police) સ્ટેશન ની ગંભીરતા જોતાં બંને યુવાનોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

સુરત ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને કોલેજમાં છેડતી કરવા સાથે હેરાન કરતા યુવકના તાબે ન થતાં આ યુવતીની સરેઆમ ઘાતકી હત્યાની ઘટના સામેં આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ ઘટનાના પડઘા સુરત શહેર સાથે સમગ્ર રાજ્યમાં પડ્યા છે.

ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ના થાય તે માટે સુરત પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે તેવામાં વધુ એક આ પ્રકારની ફરિયાદ આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સુરતના વેરાવળ (Veraval Surat) વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધોરણ-10માં અભ્યાસ કરતી પુત્રી મહિધરપુરા વિસ્તારની એક સ્કૂલમાં માં અભ્યાસ કરે છે.

કેવલ માંડલિયાના ત્રાસથી ઘર બદલવું પડ્યું હતું

અગાઉ તેઓ ડભોલી સિંગણપોર વિસ્તારમાં રહેતા હતા ત્યારે તે જ બિલ્ડીંગના નવમા માળે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા કેવલ કલ્પેશભાઇ માંડલીયાએ (Keval Mandaliya) તરૂણી સાથે ફ્રેન્ડશીપ કરવાની વાત કરતા તરૂણીએ માતાને વાત કરી હતી. બિલ્ડીંગની અન્ય છોકરીઓ તરફ ખરાબ નજર રાખતા કેવલથી દૂર રહેવા માતાએ તરૂણીને કહ્યું હતું. ત્યાર બાદ કેવલ તરૂણીને જોઈ ઈશારા કરતો હોય અને કોઈને કોઈ બહાને ઝઘડો કરતો હોય રત્નકલાકારે ઘર બદલી વેડરોડ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા.

સિટીલાઇટ ખાતે એકાંતવાળી જગ્યાએ લઈ ગયો

જોકે આ યુવક સુધરવાનું નામ લેતો નહોતો અને કેવલે તરૂનીનો સ્કૂલે કે ટ્યુશન જતી હોય ત્યારે પીછો કરવાનું શરૂ કર્યું હતું. વેલેન્ટાઈન ડે ના દિવસે કેવલે કોઈ રીતે તરૂણીના ઘરનો મોબાઈલ નંબર મેળવી વ્હોટ્સએપ કોલ કરી કોલેજ પાસે બોલાવી હતી. કેવલ તેને ઘરેથી નહી આવે તો ઘરેથી ઊંચકી જવાની ધમકી આપી બાઈક પર બેસાડી સિટીલાઇટ ખાતે એકાંતવાળી જગ્યાએ લઈ ગયો હતો અને લગ્નની વાત કરી ગાલ પર કીસ કરી હતી.

ઘરે કોઈને કશું પણ કહેશે તો તું અને તારો ભાઈ જીવતો નહીં રહે

તરૂણીએ લગ્નનીના પાડતા કેવલે ઘરે કોઈને કશું પણ કહેશે તો તું અને તારો ભાઈ જીવતો નહીં રહે તેવી ધમકી આપી હતી. ઘરે પહોંચ્યા બાદ ગુમસુમ રહેતી તરૂનીને માતાપિતાએ પૂછતાં તેણે બનાવની જાણ કરી હતી.આથી ગતરોજ તરૂનીની માતાએ કેવલ વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે કેવલની ધરપકડ કરી હતી.

તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે જો તે યુવતીને છેડતાં યુવાનો વિરુદ્ધ સુરત પોલીસે લાલ આંખ કરી છે ત્યારે આવા યુવાનોને કડકમાં કડક સજા થાય અને આ યુવતીઓને હેરાન કરતા બંધાય તે પ્રકારની કામગીરી અને કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *