સુરત : ગ્રીષ્માની હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા થવી જોઈ?

સુરત : ગ્રીષ્માની હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા થવી જોઈ?

સુરત જિલ્લાના કામરેજ (Surat Kamrej Murder Case) તાલુકાના પાસોદ્રામાં શનિવારે મોડી સાંજે ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya Murder cases) નામની દીકરીની કરપીણ હત્યા થઈ છે. આ હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે.

સુરત જિલ્લાના કામરેજ (Surat Kamrej Murder Case) તાલુકાના પાસોદ્રામાં શનિવારે મોડી સાંજે ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya Murder cases) નામની દીકરીની કરપીણ હત્યા થઈ છે. આ હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. ફેનિલ ગોયાણી (Fenil Goyani) નામના એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ 22 વર્ષની દીકરીના ગળે ચાકુ ફેરવી અને તેની માતા અને ભાઈની હાજરીમાં જ કરપીણ હત્યા કરી નાખી હતી.

આ ઘટનાને 24 કલાક સમય વીતી ગયા બાદ પણ ગ્રીષ્મા વેકરિયાની અંતિમક્રિયા નહીં થઈ શકે. ગ્રીષ્મા વેકરિયાના પિતા આફ્રિકા છે. તેમને પ્રાથમિક રીતે દીકરીની હત્યાની જાણકારી નથી. જોકે, સોશિયલ મીડિયા અને સમાચારોમાં હત્યાની વિગતો વાયરલ થાય બાદ ગ્રીષ્માના પિતા પોતાની દીકરીની હત્યાથી અજાણ હોય તેવી શક્યતાઓ નથી.

બીજી બાજુ વાત કરીએ તો ફેનિલ ગોયાણીનાં પિતા પંકજભાઈ પોતાનો દીકરો તેમના કહ્યામાં નથી અને સમગ્ર ઘટનાને લઈને પોતાનો સિક્કો ખોટો હોવાની વાત કરી હતી અને આ દીકરાને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેમને કંઇ રંજ નથી તેવી વાત પણ કરી હતી.

ગ્રીષ્મા જે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યાંથી ફેનિલ તેને જોઈ ગયો હતો. એક વર્ષથી ફેનિલ તેની પાછળ હતો. આ યુવતીએ તેની સાથે સંબંધો રાખવાનો ઈન્કાર કર્યો છતા ફેનિલ તેનો પીછો નહોતો છોડતો. હાલમાં વેલેન્ટાઇન વીક ચાલી રહ્યુ હોય ફેનિલના મગજમાં પ્રેમનું ભૂત સવાર થઈ ગયું હતું અને તેણે ફિલ્મી ઢબે ગ્રીષ્માની હત્યા કરી નાખી છે.

હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીધી હતી. જોકે, સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો હત્યારો યુવાન સુરતની નવી સિવિલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે કામરેજ પોલીસે યુવાન વિરૂદ્ધ 302 તેમજ 307 મુજબનો ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *