IND vs PAK: ટોસ દરમિયાન કેપ્ટન રોહિતે કરી હતી આ મોટી ભૂલ, ચાહકો પણ વિશ્વાસ ન કરી શક્યા

IND vs PAK: ટોસ દરમિયાન કેપ્ટન રોહિતે કરી હતી આ મોટી ભૂલ, ચાહકો પણ વિશ્વાસ ન કરી શક્યા

T20 World Cup, India vs Pakistan: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપની મેચમાં ટોસ માટે મેદાનમાં આવીને મોટી ભૂલ કરી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન વિરૂદ્ધ T20 વર્લ્ડ કપ મેચમાં ટોસ માટે મેદાનમાં આવીને મોટી ભૂલ કરી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.

કેપ્ટન રોહિતે ટોસ દરમિયાન આ મોટી ભૂલ કરી હતી

ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કોમેન્ટેટર રવિ શાસ્ત્રીને પોતાની ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે માહિતી આપતા મોટી ભૂલ કરી હતી. રવિ શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન વિશે માહિતી આપતા રોહિત શર્માએ કહ્યું કે આજે અમે 7 બેટ્સમેન, 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતર્યા છીએ.

રોહિતે ટોસ બાદ આ નિવેદન આપ્યું હતું

ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ કહ્યું, ‘અમે પહેલા ફિલ્ડિંગ કરવા જઈ રહ્યા છીએ. સારી પિચ જેવી લાગે છે, વાદળછાયા વાતાવરણમાં બોલિંગ કરવી હંમેશા સારી છે. એવું લાગે છે કે બોલ થોડો સ્વિંગ કરશે અને અમારે તેનો લાભ લેવાની જરૂર છે. અમારી તૈયારી સારી રહી છે. અમે બ્રિસ્બેનમાં કેટલીક પ્રેક્ટિસ મેચ રમી હતી. આજે અમે 7 બેટ્સમેન, 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતર્યા છે.

જુઓ વિડિયો અહી : https://twitter.com/StarSportsIndia/status/1584087558727688193?s=20&t=gm-Ue1rQUXcyvrrA98nIKA

ગણતરીમાં મોટી ભૂલ

રોહિત શર્માની ગણતરી મુજબ, તે ટીમ ઈન્ડિયામાં 12 ખેલાડીઓની માહિતી આપી રહ્યો હતો, પરંતુ ક્રિકેટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 11 ખેલાડીઓ જ રમી શકે છે. ભારત માટે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ સંભાળી રહ્યા છે, જ્યારે અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન સ્પિન બોલિંગ સંભાળી રહ્યા છે. વિકેટકીપર રિષભ પંત પણ પ્લેઈંગ ઈલેવનમાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *