ગ્રીષ્મ વેકરીયા હત્યા કેસ: આરોપી ફેનિલ ને કોર્ટમાં કરાયો હાજર, ફેનિલે ગુનો ક્બુલ્યો નહીં – જાણો શું છે કારણ

ગ્રીષ્મ વેકરીયા હત્યા કેસ: આરોપી ફેનિલ ને કોર્ટમાં કરાયો હાજર, ફેનિલે ગુનો ક્બુલ્યો નહીં – જાણો શું છે કારણ

આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. આગામી પ્રોસિજર સોમવારથી શરૂ થશે રોજ કોર્ટમાં કાર્યવાહી થશે.

ગ્રામ્ય (Surat News) વિસ્તારનો ચકચારી હત્યાના કેસમાં આજે આરોપી ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોટ દ્વારા આજે આરોપી વિરુદ્ધ તોહમદનામું સંભળાવવામાં આવ્યું હતુ. જોકે, આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ દ્વારા વાંચવા માટેની મુદત માંગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે. આ કેસ સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે

સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીસમાં વેકરિયાનું ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જતો, જોકે પોલીસે આરોપીને ઝડપી પાડી માત્ર પાંચ દિવસમા ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. (આરોપીનો ફાઇલ ફોટો)

આ ગ્રામ્ય કોર્ટનો કેસ ઝડપી ચાલે તે માટે આ કેસને સુરત ફાસ્ટક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ગતરોજ આ કેસમાં આરોપીને વીડિયો કોનફરન્સના માધ્યમથી હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. (ગ્રીષ્માની ફાઇલ તસવીર)

જોકે આ કેસને લઇને લોકોમાં રોષ હોવાને લઇને આરોપી ફેનિલ ગોયાણીે રજૂ કરતા પહેલા કોર્ટ પરિષદ પોલીસ છાવણીમાં ફેરવાઈ જાવા પામી હતી. જોકે આરોપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ આરોપી આ મામલે પરિવારને ચપ્પુ વડે હુમલો કરવા માટે હત્યા પ્રયાસની કલમ હેઠળ ગુનો બનતો હોવાને લઇને સુરત કોર્ટ દ્વારા આરોપીને તોહમતનામું સંભળાવ્યુ હતુ.

આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે અને તમામ સાક્ષીઓના તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે.

જોકે આ કેસને લઈને સુરત નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે ત્યારે સરકાર તરફથી આ કેસનો નિકાલ આવે અને આરોપીને સજા મળે તે પ્રકારની તમામ તૈયારીઓ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે.

રૂમમાંથી સૌપ્રથમ મેડિકલ પુરાવા ચેક કરવામાં આવશે. જેમાં મરનાર યુવતીનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબો અને તેના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કરવા સમયે સારવાર કરનાર તબીબો સાથે સાથે વહેલી સારવાર કરનારા તબીબોને પણ જુબાની લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *