દિલ્હીમાં હજુ નહીં ખુલશે શાળા, માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહશે – જાણો કારણ

દિલ્હીમાં હજુ નહીં ખુલશે શાળા, માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહશે – જાણો કારણ

આ પહેલા 14 નવેમ્બરે પ્રદૂષણની સ્થિતિને જોતા દિલ્હી સરકારે તમામ શાળાઓને એક સપ્તાહ માટે બંધ કરી દીધી હતી અને ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાની સૂચના આપી હતી. આ સાથે સરકારે તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો હતો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને જોતા દિલ્હી સરકારે તમામ શાળાઓને હાલ પૂરતું બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે આદેશ જારી કરીને આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખી છે, પરંતુ આ સમય દરમિયાન ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે.
આ પહેલા 14 નવેમ્બરે પ્રદૂષણની સ્થિતિને જોતા દિલ્હી સરકારે તમામ શાળાઓને એક સપ્તાહ માટે બંધ કરી દીધી હતી અને ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાની સૂચના આપી હતી. આ સાથે સરકારે તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો હતો.

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા પણ ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જો કે, તેજ પવનને કારણે સોમવાર સુધીમાં તેમાં નોંધપાત્ર સુધારો થવાની ધારણા છે. રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 347 નોંધાયો હતો, જે ખૂબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. શનિવારે આ આંકડો 377 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા પરથી આ માહિતી મળી છે.

દરમિયાન, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે અને અતિશય પ્રદૂષણને રોકવા માટે શહેરમાં લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *