Gujarat

વડોદરા બોટ દુર્ઘટના: અમારા સ્ટાફે કહ્યુ છતાં બોટવાળાઓએ વધારે લોકોને બેસાડ્યા: શાળાના સંચાલક ઋષિ વાડિયા

સંચાલકે જણાવ્યુ કે, અમારા સ્ટાફે બોટવાળાઓને ત્યારે જ કહ્યુ હતુ કે, ‘આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું.’

રાજ્યમાં ફરી તંત્રની બેદરકારીના કારણે 14 લોકોના જીવ ગયા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો હરણી લેક ખાતે પ્રવાસમાં આવ્યા હતા. આ દરમિયાન હરણી લેકમાં બોટિંગ કરતી વખતે બોટ પલટી જતાં 14 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. વડોદરામાં બનેલી કરુણાંતિકાની પ્રાથમિક તપાસમાં જ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. બોટમાં ક્ષમતા કરતા વઘુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયા પણ આજે સવારે મીડિયા સામે આવીને પોતાની સ્પષ્ટતા આપી હતી.

સ્કૂલના સંચાલકે જણાવ્યુ હતુ કે, ‘બોટમાં વધુ લોકોને બેસાડવાની શિક્ષકોએ ના પાડી હતી. પરંતુ બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો છે.’

સંચાલકની પ્રતિક્રિયા
સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ દુર્ઘટના બાદ પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.”

સંચાલકે વાલીઓને કરી રિક્વેસ્ટ
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.”

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

1 month ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

1 month ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

1 month ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

1 month ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

1 month ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

1 month ago

This website uses cookies.