ટીમ ઈન્ડિયા માટે દુખી સમાચાર, ભારત-ન્યૂઝીલેન્ડની મેચમા આ ખેલાડીને ઈજા થતા બહાર થયો

ટીમ ઈન્ડિયા માટે દુખી સમાચાર, ભારત-ન્યૂઝીલેન્ડની મેચમા આ ખેલાડીને ઈજા થતા બહાર થયો

IND vs NZ 1st T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 શ્રેણી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ડેશિંગ ખેલાડી મેદાનમાં પાછો ફર્યો છે. India vs New Zealand 1st T20: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી (27 જાન્યુઆરી) થી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA) મેદાન પર રમાશે. સિરીઝની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક મજબૂત ખેલાડી ઈજામાંથી સાજા થઈને ફરી એકવાર મેદાનમાં પાછો ફર્યો છે.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી આ સીરીઝમાં સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન ટીમનો ભાગ નથી. સંજુ સેમસન શ્રીલંકા વિરૂદ્ધ ટી20 ટીમનો ભાગ હતો, પરંતુ તે પ્રથમ મેચ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. સેમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જો કે હવે તે ફરી એકવાર મેદાનમાં પરત ફર્યો છે. સંજુ સેમસનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

IPL પહેલા તક મળવી મુશ્કેલ
સંજુ સેમસનના ફેન પેજએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સંજુ સેમસન NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં જોવા મળી રહ્યો છે. IPL 2023 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી T20 સિરીઝ છે, આવી સ્થિતિમાં સંજુ સેમસનને ટીમમાં વાપસી કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે અને સંજુને એક વખત પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

અત્યાર સુધીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આંકડા
સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 11 ODI અને 17 T20 મેચ રમી છે. ODI ફોર્મેટમાં સંજુ સેમસને 66.0ની એવરેજથી 330 રન બનાવ્યા છે, જે દરમિયાન તેના બેટથી બે અડધી સદી પણ જોવા મળી છે. તે જ સમયે, સંજુ સેમસન અત્યાર સુધી ટી-20માં પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે T20ની 16 ઇનિંગ્સમાં 20.07ની એવરેજથી માત્ર 301 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *