6 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી ફેંકાઈ ગયો આ મોટો સ્ટાર ખેલાડી, કારણ જાણી ને ચોંકી જશો

6 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી ફેંકાઈ ગયો આ મોટો સ્ટાર ખેલાડી, કારણ જાણી ને ચોંકી જશો

ભારત અને શ્રીલંકા વનડે સીરિઝ પહેલા BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCIએ એક એવા ખેલાડીને ટીમમાંથી બહાર કરી દીધો છે જેને માત્ર 6 દિવસ પહેલા જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે 3 ODI ની શ્રેણી રમાશે. આ સિરીઝ પહેલા BCCIએ મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ આ શ્રેણીમાંથી એક મોટા મેચ વિનિંગ ખેલાડીને બહાર કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીને 6 દિવસ પહેલા અચાનક જ ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ખેલાડીને એક પણ મેચ રમ્યા વગર ફરી એકવાર બહાર કરી દેવામાં આવ્યો છે.

આ ખેલાડી 6 દિવસમાં ટીમની બહાર થઈ ગયો હતો

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બંને ટીમો વચ્ચે રમાતી ODI શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જસપ્રિત બુમરાહની વાપસી ફરી મોકૂફ રાખવામાં આવી છે કારણ કે આ ઝડપી બોલર કમરના ‘સ્ટ્રેસ ફ્રેક્ચર’માંથી સંપૂર્ણ રીતે બહાર આવવામાં નિષ્ફળ ગયો છે. જસપ્રીત બુમરાહે જુલાઈ 2022માં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ODI રમી હતી.

ટીમમાંથી બહાર થવા પાછળનું કારણ સામે આવ્યું

ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સપોર્ટ સ્ટાફ અને મેડિકલ ટીમે સામૂહિક રીતે આ ઝડપી બોલરની વાપસીને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, બુમરાહ ટીમ સાથે ગુવાહાટી ગયો નથી. તેને સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા માટે હજુ થોડો સમય જોઈએ છે કારણ કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેની જરૂર પડશે.

ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી વાપસી કરી શકે છે

હવે જોવાનું એ રહેશે કે જસપ્રીત બુમરાહ 18 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે રિકવરી કરી શકશે કે કેમ. ટીમ ઈન્ડિયા શ્રીલંકા બાદ જ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે આ શ્રેણી રમવા જઈ રહી છે.

ઈજાના કારણે સતત બહાર રહેવું

જસપ્રીત બુમરાહને જુલાઈ 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ કમરનું ‘સ્ટ્રેસ ફ્રેક્ચર’ થયું હતું અને તે ગયા વર્ષે એશિયા કપમાં પણ રમ્યો નહોતો. આ પછી, T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય બોલિંગ આક્રમણને મજબૂત કરવા માટે, બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ T20 શ્રેણી માટે ટીમમાં પાછો લાવવામાં આવ્યો. જ્યાં ફરી એકવાર તે ઈજાગ્રસ્ત થયો અને અનિશ્ચિત સમય માટે ટીમની બહાર થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *