બાંગ્લાદેશની સામે પ્રથમ વનડેમાં રોહિત શર્માએ માર્યા આટલા ‘છગ્ગા’ કે, હજુ સુધી એક પણ ભારતીય નથી કર્યો

બાંગ્લાદેશની સામે પ્રથમ વનડેમાં રોહિત શર્માએ માર્યા આટલા ‘છગ્ગા’ કે, હજુ સુધી એક પણ ભારતીય નથી કર્યો

India vs બાંગ્લાદેશ, 1st ODI: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આજે મીરપુરમાં રમાનારી બાંગ્લાદેશ સામેની પ્રથમ ODIમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. જણાવી દઈએ કે રોહિત શર્મા આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બનશે. India vs બાંગ્લાદેશ: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આજે મીરપુરમાં રમાનારી બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વનડેમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. જણાવી દઈએ કે રોહિત શર્મા આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બનશે. જો રોહિત શર્મા આજે મીરપુરમાં બાંગ્લાદેશ સામેની ODI મેચમાં 4 સિક્સર ફટકારે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 સિક્સર પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો બેટ્સમેન બની જશે.

રોહિત શર્મા બનાવશે આ શાનદાર રેકોર્ડ!
ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 500 સિક્સર મારવાનું કારનામું કરી શક્યો નથી. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 496 સિક્સર ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. ‘હિટમેન’ પાસે મોટી તક છે કે તે બાંગ્લાદેશ સામે 4 છગ્ગા ફટકારતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 500 સિક્સર પૂરી કરી શકે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે 553 આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલ પછી રોહિત શર્મા 500 આંતરરાષ્ટ્રીય સિક્સર પૂરા કરનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન હશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
553 સિક્સર – ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ), 496 સિક્સર – રોહિત શર્મા (ભારત), 476 સિક્સર – શાહિદ આફ્રિદી (પાકિસ્તાન), 398 સિક્સર – બ્રેન્ડન મેક્કુલમ (ન્યુઝીલેન્ડ), 383 સિક્સર – માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ), 359 સિક્સર – મહેન્દ્ર સિંહ ધોની (ભારત)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન
496 સિક્સર – રોહિત શર્મા, 359 સિક્સર – મહેન્દ્ર સિંહ ધોની, 266 સિક્સર – વિરાટ કોહલી, 264 સિક્સર – સચિન તેંડુલકર, 251 સિક્સર – યુવરાજ સિંહ, 247 સિક્સર – સૌરવ ગાંગુલી, 243 સિક્સર – વિરેન્દ્ર સેહવાગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *