બાંગ્લાદેશએ ટીમ ઈન્ડિયાની સામે જીત મેળવી, મેચમાં 1 વિકેટથી હરાવ્યું ભારત

બાંગ્લાદેશએ ટીમ ઈન્ડિયાની સામે જીત મેળવી, મેચમાં 1 વિકેટથી હરાવ્યું ભારત

India vs બાંગ્લાદેશ, 1st ODI મેચ: રવિવારે શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ODI મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશના હાથે 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ યજમાન ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

રવિવારે શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ODI મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશના હાથે 1 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ યજમાન ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ રોમાંચક મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 41.2 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાંગ્લાદેશને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમે 46 ઓવરમાં 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે છેલ્લી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરીને મેચ પલટી નાખી હતી. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે 39 બોલમાં 38 રન ફટકારીને ટીમ ઈન્ડિયાના ચહેરા પરથી જીત છીનવી લીધી હતી. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ 7 ડિસેમ્બર બુધવારે સવારે 11.30 વાગ્યાથી રમાશે.

બાંગ્લાદેશને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

બાંગ્લાદેશે શાકિબ અલ હસનની પાંચ વિકેટ ઝડપીને લોકેશ રાહુલ (73)ની લડાયક અડધી સદી છતાં ભારતને પ્રથમ વનડેમાં 186 રનમાં આઉટ કરી દીધું. રાહુલે 70 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 73 રનની ઇનિંગ રમી હતી પરંતુ ભારતના અન્ય બેટ્સમેનોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના સિવાય માત્ર કેપ્ટન રોહિત શર્મા (27) અને શ્રેયસ અય્યર (24) 20 રનનો આંકડો પાર કરી શક્યા હતા. શાકિબ ઉપરાંત ઇબાદત હુસૈને પણ 47 રનમાં ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતીય ટીમ 41.2 ઓવરમાં પેવેલિયન પરત ફરી હતી.

રોહિતે ભારતનું બાઉન્ડ્રી ખાતું ખોલાવ્યું

ટોસ જીત્યા બાદ બાંગ્લાદેશે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ મુસ્તાફિઝુર રહેમાને પ્રથમ ઓવર મેડન ફેંકી. રોહિતે હસન મહમૂદ પર ચોગ્ગા સાથે ભારતનું બાઉન્ડ્રી ખાતું ખોલાવ્યું હતું. બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ચોથી ઓવરમાં જ બોલ સ્પિનરને સોંપી દીધો હતો. ઓફ સ્પિનર ​​મેહદી હસન મિરાજે ઓપનર શિખર ધવન (07)ને બોલ્ડ કરી અસરકારક શરૂઆત કરી હતી. મેહદી હસનના બોલને રિવર્સ સ્વીપ કરવાના પ્રયાસમાં ધવન વિકેટો પર રમ્યો હતો.

લિટને કોહલીનો શાનદાર કેચ લીધો હતો

રોહિતે ડીપ સ્ક્વેર લેગ પર મહેમૂદ પર ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી હતી. ભારતીય કેપ્ટને ડીપ સ્ક્વેર લેગ પર સ્વીપ કરીને મેહદી હસનને પણ ચોગ્ગો ફટકાર્યો હતો. વિરાટ કોહલીએ મેહદી હસનના બોલને પણ બાઉન્ડ્રી તરફ બતાવ્યો હતો. આ પછી લિટને બોલિંગ બદલી અને અનુભવી શાકિબને બોલ સોંપ્યો. શાકિબે પોતાના કેપ્ટનને નિરાશ કર્યા વગર રોહિતને બોલ્ડ કર્યો હતો. લિટને ડાબા હાથના સ્પિનર ​​શાકિબના બે બોલ પર કોહલી (09)નો શાનદાર કેચ લઈને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો, જેના કારણે 11મી ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 49 રન થયો હતો.

રાહુલે વોશિંગ્ટન સુંદર સાથે 60 રનની ભાગીદારી કરી હતી.

આ પછી રાહુલ અને શ્રેયસે ઇનિંગ્સને સજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇબાદતે શોર્ટ પિચ બોલ પર શ્રેયસને વિકેટકીપર મુશફિકુર રહીમના હાથે કેચ કરાવીને ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારીનો અંત આણ્યો હતો. ત્યારબાદ રાહુલે વોશિંગ્ટન સુંદર (19) સાથે 60 રનની ભાગીદારી કરી હતી. રાહુલની અડધી સદી પૂરી કર્યા બાદ વોશિંગ્ટનએ શાકિબના બોલ પર રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં ઇબાદતને કેચ સોંપ્યો હતો.

શાકિબે શાર્દુલ ઠાકુર અને દીપક ચહરની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો

ઇબાદતે આગલી ઓવરમાં શાહબાઝ અહેમદ (00)ને પેવેલિયનમાં મોકલ્યો જ્યારે શાકિબે શાર્દુલ ઠાકુર (02) અને દીપક ચહર (00)ની ઇનિંગ્સનો અંત લાવીને ભારતને આઠ વિકેટે 156 રન પર છોડી દીધું. રાહુલે ત્યારપછી ઈબાદતનો શોર્ટ બોલ અનામુલ હકના હાથમાં ફાઈન લેગ પર રમ્યો અને પછી આ ઝડપી બોલરે મોહમ્મદ સિરાજ (09)ને આઉટ કરીને ભારતની ઈનિંગ્સનો અંત આણ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *