ઈંગ્લેન્ડના આ ખેલાડીએ એટલા રન માર્યા કે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

ઈંગ્લેન્ડના આ ખેલાડીએ એટલા રન માર્યા કે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

PAK vs ENG 1st Test: ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચની ધમાકેદાર શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડની ટીમે રમતના પહેલા જ દિવસે 500થી વધુ રન બનાવ્યા હતા.

ઐતિહાસિક ઈંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી ગુરુવારે (1 ડિસેમ્બર) પાકિસ્તાનના રાવલપિંડીમાં શરૂ થઈ હતી. આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટના નુકસાન પર 506 રન બનાવીને વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈંગ્લેન્ડની આ ઈનિંગ દરમિયાન પાકિસ્તાનના બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ દિવસની રમતમાં 4 ખેલાડીઓએ સદી ફટકારી હતી.

145 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે

145 વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે 500 રનનો આંકડો પાર કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જ્યારે 112 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે 500 રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા 1910માં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટના પહેલા દિવસે 494 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 112 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને એક મોટું કારનામું કર્યું છે.

પાકિસ્તાનના બોલરોએ ક્લાસ કર્યો

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો હતો. ઈંગ્લેન્ડના ઓપનરોએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને લંચ બ્રેક સુધી 174 રન ફટકાર્યા હતા. જે વર્લ્ડ રેકોર્ડ બની ગયો. આ મેચ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે હતો. તમને જણાવી દઈએ કે 2018માં ભારતે અફઘાનિસ્તાન સામે પ્રથમ સેશનમાં વિકેટ ગુમાવ્યા વિના 158 રન જોડ્યા હતા.

ટોપ 5માંથી 4 બેટ્સમેનોએ સદી ફટકારી હતી

પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી, બેન ડકેટ, ત્રીજા નંબરે ઓલી પોપ અને નંબર 5 પર હેરી બ્રુકે સદી ફટકારી હતી. ટીમના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે 35.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી નોંધાવી હતી. તે જ સમયે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે 23 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *