IND vs NZ : 3જી T20 જીતવા માટે હાર્દિક પંડયા લેશે મોટો નિર્ણય, આ 2 નવા ખેલાડીને તક આપશે

IND vs NZ : 3જી T20 જીતવા માટે હાર્દિક પંડયા લેશે મોટો નિર્ણય, આ 2 નવા ખેલાડીને તક આપશે

ન્યુઝીલેન્ડની ધરતી પર ટી20 સીરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના તમામ પ્રયાસો કરશે. T20 સિરીઝ જીતવા માટે હાર્દિક પંડ્યા લેશે મોટો નિર્ણય. હાર્દિક પંડ્યા ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ખતરનાક ખેલાડીઓને તક આપી શકે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નેપિયરમાં આવતીકાલે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ રમાશે. બંને દેશો વચ્ચેની આ મેચ આવતીકાલે ભારતીય સમય અનુસાર બપોરે 12.00 વાગ્યે રમાશે. પ્રથમ મેચ વરસાદના કારણે બંધ થઈ ગઈ હતી, જ્યારે બીજી મેચ જીત્યા બાદ ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. જો ભારત ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચ જીતશે તો તે આ ટી20 સીરીઝ પર કબજો કરી લેશે.

આ 2 ખેલાડીઓને પ્લેઇંગ 11માં મળશે તક!

ન્યુઝીલેન્ડની ધરતી પર ટી20 સીરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાના તમામ પ્રયાસો કરશે. T20 સિરીઝ જીતવા માટે હાર્દિક પંડ્યા લેશે મોટો નિર્ણય. હાર્દિક પંડ્યા ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે ખતરનાક ખેલાડીઓને તક આપી શકે છે. ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ઉમરાન મલિક અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને તક મળી શકે છે.

ઈશાન કિશન-ઋષભ પંતનું પરિણામ વધુ સારું નથી આવ્યું

ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20માં ઈશાન કિશનની સાથે ઋષભ પંતને પણ અજમાવવામાં આવ્યો હતો, પરંતુ પરિણામ સારું ન આવ્યું. ઋષભ પંતના સ્તરને જોતા તેની પાસેથી શ્રેણીની છેલ્લી મેચમાં વધુ સારું પ્રદર્શન કરવાની આશા છે. સેમસન અન્ય બેટ્સમેન છે જેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે.

શુભમન ગિલ પણ ઇનિંગ્સ શરૂ કરવાનો દાવેદાર છે

વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં, શુભમન ગિલ પણ ઇનિંગ્સની શરૂઆત માટે દાવેદાર છે, પરંતુ ટીમે ઇનિંગની શરૂઆત કરવા માટે બે ડાબા હાથના બેટ્સમેનોની પસંદગી કરી હતી. ટી-20 મેચો બાદ રમાનારી વનડે શ્રેણીમાં જ તેને તક મળે તેવી શક્યતા છે.

ઉમરાન મલિક પણ પ્લેઈંગ ઈલેવનનો દાવેદાર છે

હાર્દિક પંડ્યા ટીમમાં વધુ એવા બેટ્સમેનોનો સમાવેશ કરવા આતુર છે જે બોલિંગ પણ કરી શકે અને દીપક હુડ્ડા તેને આવો જ એક વિકલ્પ આપે છે. જો કે સૌથી મોટી નિરાશા બીજી T20માં ઉમરાન મલિકને સામેલ ન કરવી હતી. તે સાબિત થઈ ગયું છે કે ભારતને ટી-20 ક્રિકેટમાં તોફાની બોલરની જરૂર છે અને જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલરના વિકાસ માટે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી મહત્વપૂર્ણ છે.

કુલદીપ યાદવને માત્ર વનડેમાં જ તક મળી શકે છે

આ વર્ષે ત્રણ ટી20 રમી ચૂકેલા ઉમરાનને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ટોચની ટીમ સામે રમવાના દબાણનો સામનો કરવાની તક આપવી જોઈતી હતી. લાંબા સમય પછી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું કે શા માટે તેને ટીમમાં નિયમિત બનવું જોઈએ. જોકે, તેના સાથી રિસ્ટ સ્પિનર ​​કુલદીપ યાદવને માત્ર ODIમાં જ તક મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *