T20 વર્લ્ડ કપની મેચ હાર્યા પછી કેપ્ટન રોહિત શર્માએ લીધું આ મોટું પગલું, હવે તે આવી રીતે જોવા મળશે

T20 વર્લ્ડ કપની મેચ હાર્યા પછી કેપ્ટન રોહિત શર્માએ લીધું આ મોટું પગલું, હવે તે આવી રીતે જોવા મળશે

ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2022માં માત્ર સેમીફાઈનલ સુધી જ સફર કરી શકી હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં રોહિત અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે રોહિતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે ઘણો બદલાવ કરતો જોવા મળી રહ્યો છે.

ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, તો બીજી તરફ રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા પણ આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યો છે અને પુનરાગમન માટે સખત મહેનત કરી રહ્યો છે.

રોહિત શર્માએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં રોહિત શર્મા તેની ફિટનેસ પર કામ કરતો જોવા મળી રહ્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

રોહિત શર્માના આ ફોટા જોઈને ચાહકો માને છે કે તે સખત ટ્રેનિંગ બાદ સ્લિમ દેખાવા લાગ્યો છે.

T20 વર્લ્ડ કપ 2022માં રોહિત શર્મા 6 ઇનિંગ્સમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતની આ રમત બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો ચાલી રહી છે.

રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ પર પરત ફરશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં 3 વનડે અને 2 ટેસ્ટ મેચની સીરીઝ રમવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *