હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન એક સાથે ‘રિક્ષા’ ચલાવતા જોવા મળ્યા, જુઓ આ વિડીયોમાં

હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન એક સાથે ‘રિક્ષા’ ચલાવતા જોવા મળ્યા, જુઓ આ વિડીયોમાં

Hardik Pandya Kane Williamson Video: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ T20 મેચ પહેલા બંને ટીમના કેપ્ટન વેલિંગ્ટનમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન ‘ક્રોકોડાઈલ બાઈક’ પર સવાર હતા.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ-2022માં ભારતની સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ આ પ્રથમ શ્રેણી હશે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ પણ તે વૈશ્વિક ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હાર્યા બાદ બહાર થઈ ગયું હતું. હવે બંને ટીમો આમને-સામને થશે. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન વેલિંગ્ટનના રસ્તાઓ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

હાર્દિકને કેપ્ટનશીપ મળી

આ સિરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. તે જ સમયે, રાહુલ દ્રવિડની જગ્યાએ, વીવીએસ લક્ષ્મણ શ્રેણીમાં કોચની ભૂમિકા ભજવશે. T20 વર્લ્ડ કપમાં ઓપનર રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. ICC ટૂર્નામેન્ટમાં તેને પ્રથમ વખત કમાન સોંપવામાં આવી હતી પરંતુ તે ટાઇટલ જીતી શક્યો નહોતો. હવે હાર્દિક પાસેથી એવી અપેક્ષાઓ હશે કે તેણે ભારતીય ચાહકોને ઉજવણીનો મોકો આપવો જોઈએ.

જુઓ વિડિયો અહી : https://www.instagram.com/reel/ClAQasVvrWW/?utm_source=ig_web_copy_link

‘ક્રોકોડાઇલ બાઇક’ પર સવારી કરતા જોવા મળ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સીરીઝની શરૂઆત પહેલા હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન ‘ક્રોકોડાઈલ બાઇક’ પર સવાર થયા હતા. બંને કેપ્ટન વેલિંગ્ટનની સડકો પર આ બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો ‘Blackcaps’ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન બંને કેપ્ટનોએ ટીમની જર્સી પણ પહેરી હતી. આ એક ખાસ પ્રકારની રિક્ષા જેવું છે જેમાં બંનેને પેડલ મારવાનું હોય છે.

18થી સિરીઝ શરૂ થશે

T20 વર્લ્ડ કપ-2022ની બંને ફાઇનલિસ્ટ ટીમ ભારત અને ન્યુઝીલેન્ડ 18 નવેમ્બરથી આમને-સામને થશે. પ્રથમ T20 મેચ શુક્રવાર, 18 નવેમ્બરના રોજ વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે. આ પછી, બીજી T20 મેચ 20 નવેમ્બર, રવિવારે માઉન્ટ મૌંગાનુઇમાં રમાશે. ત્રીજી અને અંતિમ ટી20 મેચ 22 નવેમ્બરે નેપિયરના મેકલીન પાર્કમાં રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *