ફરી પાછો આવ્યો કોરોના આ રાજ્યમાં કોરોનાના નવા કેસ 24 કલાકમાં લગભગ બમણા થઈ ગયા, નવા કેસ જાણી ને ચોકી જશો

ફરી પાછો આવ્યો કોરોના આ રાજ્યમાં કોરોનાના નવા કેસ 24 કલાકમાં લગભગ બમણા થઈ ગયા, નવા કેસ જાણી ને ચોકી જશો

હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, દિલ્હીમાં હાલમાં પોઝિટિવ રેટ 8.10 ટકા છે.

દિલ્હી કોરોના અપડેટઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસોની વધતી જતી સંખ્યાએ સરકારની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1934 નવા કેસ નોંધાયા છે. આ સંખ્યા બુધવારે નોંધાયેલા કેસની સંખ્યા કરતા બમણી છે. રાહતની વાત એ છે કે આ 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણને કારણે કોઈનું મોત થયું નથી. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, દિલ્હીમાં હાલમાં પોઝિટિવ રેટ 8.10 ટકા છે. બુધવારે દિલ્હીમાં 23,879 ટેસ્ટ થયા હતા. ગુરુવારે નોંધાયેલા 1,934 કેસ સાથે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 19,27,394 પર પહોંચી ગઈ છે જ્યારે 26 હજાર 242 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સાથે સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસમાં 8.68 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13,313 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની વાત કરીએ તો તે વધીને 43,344,958 થઈ ગઈ છે. બીજી તરફ દેશભરમાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે 83,990 છે. છેલ્લા 24 કલાકમાં 10,972 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42,736027 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 38 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 524,941 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 14,91,941 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,96,62,11,973 રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *