ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આવ્યો મોટો ચુકાદો કોર્ટે લીધી જુબાની – જાણો વિગતવાર

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આવ્યો મોટો ચુકાદો કોર્ટે લીધી જુબાની – જાણો વિગતવાર

આજે 25થી વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવશેગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. તેવી ખાત્રી સાથે આજે સુરત સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

સુરતમાં ગ્રીષ્માની હત્યાને (Surat Crime News) લઈને આજે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સાથે જ લોકો હવે એવી માંગ કરી રહ્યાં છે કે, ગ્રીષ્માનાં પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે ત્યારે આજે સેશન્સ કોર્ટમાં (Sessions Court) આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવી છે હત્યારા ફેનીલને પોલીસ (Surat Police) બંદોબસ્ત વચ્ચે કોર્ટ માં હજાર કરવામાં આવ્યો હતો..જેમાં 25 સાક્ષીઓની ઉલટ તપાસ કરીને નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે

આજે 25થી વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવશે

ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવશે. તેવી ખાત્રી સાથે આજે સુરત સેશન્સ કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આજે આ મામલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં 25 સાક્ષીઓના ઉલટ તપાસ કરવામાં આવશે ત્યાર બાદ આ તમામ સાક્ષીઓના વેન બાય વન નિવેદન લેવામાં આવી રહ્યા છે.

પીએમ કરનાર તબીબની જુબાની પૂર્ણ

આપને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે ગ્રીષ્માના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરનાર ડૉક્ટરની જુબાની અને ઉલટ તપાસ પૂર્ણ કરી છે.

અગાઉ 28 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માના હત્યાની સુનવણી 28મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ગ્રીષ્માના ભાઈ તેના ફુઆ અને પીએમ કરનાર ડૉક્ટરનું નિવેદન લેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ ઘટનામાં આ ત્રણેયના નિવેદનો આ કેસમાં ઘણા અગત્યના માનવામાં આવી રહ્યા છે. ગ્રીષ્મા વેક્રરિયાની હત્યાનાં પડઘા રાજ્યમાં પડ્યા હતા ત્યારે આજે પણ પરિવજનની આંખમાંથી આંસુ અટક્યાં નથી ત્યારે આ હત્યારા ફેનીલ ને કડકમાં કડક કાર્યવાહી આવી થાય તેવી માંગ પણ પરિવાજનો કરી રહ્યા છે

ત્યારે આગામી 5 દિવસમાં આ કેસ મામલે ચુકાદો આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આજે મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *