ચોકલેટ આપવા ‘પીગી બેન્ક’માંથી પૈસા લીધા, તો માતાપિતાએ ઠપકો આપતા કર્યું કઈક આવું

ચોકલેટ આપવા ‘પીગી બેન્ક’માંથી પૈસા લીધા, તો માતાપિતાએ ઠપકો આપતા કર્યું કઈક આવું

હાલમાં ચોકલેટ ડે (chocolate Day), હગ ડે (Hug Day), પ્રપોઝ ડે (Propose Day) જેવા નીત નવા ડેની ઉજવણી યુવાઓ કરી રહ્યા છે. જેની સીધી અસર નાની વયના બાળકો પર પણ પડી રહી છે. આવી જ એક ચોંકાવનારી અને માતા પિતા માટે ચેતવણી (Ahmedabad Shocking News) રૂપ ઘટના સામે આવી છે. ચોકલેટ ડેના દિવસે ચોકલેટ માટે એક સગીરાએ પીગી બેંકથી (Piggy Bank) પૈસા લીધા. જે મામલે માતાપિતાએ ઠપકો આપતા આ સગીરા ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગઈ. અને સમગ્ર મામલો અડાલજ પોલીસમાં (Adalaj Police Ahmedabad ) પહોંચ્યો હતો. અને આખરે પોલીસે સગીરાને શોધીને પરિવાર સાથે મિલન કરવી આપ્યું છે.

ટ્યુશનમાં જવાનું કહી ઘરેથી નીકળી : અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ઘટનાની હકીકત કઈક એવી છે કે અડાલજ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર દીકરી બે દિવસ અગાઉ સાંજના સમયે ટ્યુશનમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી.

પણ સમય થવા છતાં સગીરા ટ્યુશનમાં નહિ પહોંચતા તેના શિક્ષકે માતા પિતાને ફોન કરી તપાસ કરી હતી. જેને લઈ માતાપિતાએ તપાસ કરતા દીકરી મળી આવી ન હતી. આ અંગે આખરે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સીસીટીવીમાં સગીરા રિક્ષામાં બેસતી જોવા મળી

ફરિયાદને પગલે પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક સીસીટીવીમાં સગીરા રિક્ષામાં બેસતી જોવા મળી હતી. આ દરમિયાન સગીરાની માતાને ફોન આવ્યો. અને તેમાં સગીરા સામેથી જ ઘરેથી ચાલી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. સાથે જ તેને BRTSમાં ઘરતરફ આવી રહી હોવાનું જણાવ્યું હતું.

પીગી બેન્કમાંથી મિત્રોને ચોકલેટ આપવા રૂપિયા લીધા હતા.

જે અંગેની જાણ માતાપિતાએ પોલીસને કરતા પોલીસ વિસત સર્કલ પહોંચી ગઈ હતી. ત્યાંથી સગીરાને માતાપિતા સુધી લઈ આવી હતી. ઘરેથી શા માટે નીકળી ગઈ હતી તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે ચોકલેટ ડે ના દિવસે પીગી બેન્કમાંથી મિત્રોને ચોકલેટ આપવા રૂપિયા લીધા હતા.અખબારનગરથી પાછું આવવું હતું માટે માતાને ફોન કર્યો

જેથી માતાપિતાએ ઠપકો આપ્યો હતો. માટે ઘરેથી નીકળી ગઈ હતી. પણ અખબારનગરથી પાછું આવવું હતું માટે માતાને ફોન કર્યો હતો. આમ ઘરેથી કીધા વિના નીકળી ગયેલી સગીરાને માતા સાથે મિલન કરાવવામાં અડાલજ પોલીસે ઉદાહરણ રૂપ કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *