Categories: Ahmadabad

પટેલ દંપતીના ઘરે મિસ્ત્રીકામ કરવા આવેલા શખ્સે કરિયું આવું..

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરના ગિઝોરામાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. લૂંટમાં ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. થલતેજ પોશ વિસ્તારમાં આવેલ શાંતિ પેલેસ બંગલામાં વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા અને લૂંટ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવી છે. તમામ પાંચ આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, બંગલામાં મિસ્ત્રીકામ કરતા શખ્સે આખી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.

સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાએ જણાવ્યું કે, મુખ્ય માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિઝોરાનો રહેવાસી છે. તે અમદાવાદમાં રહીને મિસ્ત્રીકામ કરતો હતો. આરોપીએ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે મદદ માટે ગિઝોરાથી પોતાના સાથીઓને પણ બોલાવીને સામેલ કર્યા હતા.

પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં તપાસ તેજ કરી છે. 200 થી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, તો સાથે જ 70 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. ત્યારે માહિતીના આધારે પોલીસે ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં રવિવારના રોજ રાત્રે એક આરોપીને પકડી પાડ્યો હતો. ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી એક આરોપીને અમદાવાદ જનતાનગર પકડવામાં આવ્યો છે. 2 આરોપીઓ UP ના ભીંડ જીલ્લાના મહેગાંવ વિસ્તારમાંથી પકડાયા છે. એક આરોપી આમોખ વિસ્તારમાંથી પકડાયો છે. તો એક આરોપીને ડબરા વિસ્તારમાંથી રાઉન્ડઅપ કરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પાંચેય આરોપીઓને લઈને અમદાવાદ આવી પહોંચશે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફર્નિચરનું કામ કરનારા વ્યક્તિએ આપી હતી ટીપ
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, દંપતીના ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલ વ્યક્તિ માસ્ટર માઈન્ડ ટીપર હતો. લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર બન્યું હતું. રવિવારે રાત્રે એક આરોપી પકડાઈ ગયો હતો. જે બાદ માહિતીના આધારે બાકીના આરોપીને પકડી લેવામાં આવ્યા છે. જેને અમદાવાદ ખાતે લવાયા છે.

પોલીસે 200 સીસીટીવી તપાસ્યા
અમદાવાદના વૃદ્ધ પટેલ દંપતીના હત્યાને અંજામ આપનાર હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના સ્થળેથી બાઈક દૂર પાર્ક કરી ઘરમાં જતા શખ્સો CCTVમાં કેદ થયા છે. લૂંટને અંજામ આપતા પહેલા આરોપી અંદર-અંદર ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા. પ્લાનિંગ કર્યા બાદ લૂંટારુઓ ઘરમાં ધૂસ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારના તમામ CCTVની તપાસ કરી હતી. લગભગ 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા. આ ઉપરાંત સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસે 70 કરતાં પણ વધારે લોકોની પૂછપરછ કરી માહિતી મેળવી.આ લૂંટારુઓ હિસ્ટ્રીશીટર હોવાના પોલીસને આશંકા છે.

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

3 weeks ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

3 weeks ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

3 weeks ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

3 weeks ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

3 weeks ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

3 weeks ago

This website uses cookies.