સુરત સહિત રાજ્યભરમાં માનસિક તણાવ કે અન્ય કારણોને કારણે લોકોનાં આપઘાતનાં (Suicide) કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હાલમાં અમદાવાદની આયેશાના વીડિયોએ દેશ સહિત દુનિયાભરને હચમચાવી મૂકી છે. તેવામાં સેલવાસમાંથી નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. સેલવાસની પેરામેડિકલ વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં સોરી પાપા લખી ગળેફાંસો ખાઈ લીધો હતો. અને સ્યૂસાઈડ કરતાં તેણે પોતાના પિતાને છેલ્લો ફોન કર્યો હતો.
સેલવાસમાં રહેતી 19 વર્ષીય કવિતા યાદવ નર્સિંગનો અભ્યાસ કરતી હતી. તેણે ગત બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 7 વર્ષની બાળકીએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેણે કવિતાની લટકતી લાશ જોઈ હતી. અને મમ્મીને જાણ કરી હતી. કવિતા પાસેથી મેડિકલ રિપોર્ટમાં સોરી પાપા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે.
કવિતાએ સુસાઈડ પહેલાં બપોરે 2.48ની આસપાસ પોતાના પિતાને ફોન કર્યો હતો. પિતાએ પણ સામાન્ય દિવસની જેમ કેમ અત્યારે ફોન કર્યો તેમ પુછ્યું હતું. જેના જવાબમાં કવિતા ‘કાંઈ જ નહીં’ એટલું જ બોલી શકી હતી અને ફોન કટ કરી દીધો હતો. અને એક કલાક બાદ પિતાને કવિતાના આપઘાતના સમાચાર મળ્યા હતા. કવિતા અંતિમ પળોમાં પોતાને શું કહેવા માગતી હશે તે વિચારીને આજે એક પિતા વલોપાત કરી રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે યુવતી પેટમાં દુઃખાવાને કારણે બીમાર રહેતી હતી રહેતો હતો. અને તેને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સાજી થતાં જ બુધવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને તેના માતા હાલ વતનમાં છે. અને પિતા નોકરીએ ગયા હતા. તે સમયે કવિતા ઘરમાં એકલી હતી. તે સમયે તેણે ગળેફાંસો ખાધો હતો.